Thursday, 25 April 2024

શાળા છોડયાનું પ્રમાણપત્ર

 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબત



👉અરજી મળ્યાના ૭ (સાત) દિવસમાં આપવું. (પ્રાથમિક શાળામાં દંડની જોગવાઈ પ્રથમ અનિયમિતતા ૧૦,૦૦૦/- રૂા. અને બીજી દરેક અનિયમિતતા ૨૫,૦૦૦/- રૂા. પાંચ વખત થાય તો માન્યતા રદ કરવાની કાર્યવાહી) (ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૪ નિ. ૨૯.૩૨.૨)

👉વયપત્રકની નોંધ પ્રમાણે જ ઉતારા કરવા.

👉ટાઈપ કરેલું નહીં પરંતુ શાહી વડે હાથથી લખેલું જ આપવું. (ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૧ નિ. ૨૯.૩૩)

👉શાળા છોડયાનું પ્રમાણપત્ર કઈ ભાષામાં આપવું ?

પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતીમાં આપવું.

પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપવું.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું.

👉શાળા છોડયાનું પ્રમાણપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

1) ડુપ્લીકેટ LC આપવાની સંપૂર્ણ સત્તા આચાર્યની છે.

2) ડુપ્લીકેટ LC વિદ્યાર્થી કે તેના વાલીને જ આપી શકાય.

3) ડુપ્લીકેટ LC આપવું કે ન આપવું એ આચાર્યની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે.

4) ડુપ્લિકેટ LC આપવા માટે યોગ્ય આધારો મેળવી નિયમ મુજબ કાર્યવાહી કરી આચાર્ય દ્વારા ડુપ્લીકેટ LC આપી શકાય છે. (અરજી ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર એફીડેવિટ અને અન્ય આધારો)

5) ડુપ્લીકેટ LC નો નિયમ નથી પરંતુ માત્ર ડુપ્લીકેટ LC માટેનો નિયમ છે. ત્રીજી વખત LC આપવાનું થાય તો તે પણ ડુપ્લીકેટ LC કહેવાય.

6) વિદ્યાર્થીને પ્રથમ વખત LC ફ્રીમાં આપવું. પછીની દરેક વખતે રૂપિયા ૫(પાંચ) લઈ શકાય.

7) LC બુકના પુંઠા પર LC ની સમરીની વિગતો લખવી કે LC ની તારીજ લખવી. (જેથી LC નો દુરુપયોગ અટકાવી શકાય.)

8) વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે LC હાથમાં આવે કે તરત જ ચેક કરવું કે તેમાં કોઈ કોલમ ખાલી નથી. વિગતોમાં છેકછાક નથીને, સહી છે. વગેરે અને જો ભૂલ જણાય તો તરત જ સુધારો કરાવવા પરત કરવું.

9) LC લખતી વખતે લખનાર દ્વારા થયેલ ભૂલ, જે તે સમયે ધ્યાન પર આવતા તરત જ ભૂલ સુધારી આચાર્ય દ્વારા ત્યાં બાજુમાં ભૂલ સુધારી સહી કરી સુધારાને પ્રમાણિત કરવી. પરંતુ ત્યાં આયાર્યનો સિક્કો મારવાની જરૂર નથી. (દા.ત. પંકજુભાઈ(*) ખોટું છે પંકજકુમાર (સાચું) છે તો બાજુમાં પંકજકુમાર લખવું અને પંકજભાઈને છેકીને જૂની ભૂલ દેખાય તે રીતે છેકવું.

10) LC લખતી વખતે લખનાર દ્વારા થયેલ ભૂલને તે જ સમયે LC મા6 સુધારો કરતી વખતે કાર્બન પેપર રાખી સુધારો કરવો અને LC અને LC ના અડધિયા બંન્નેમાં આચાર્યની ઓરિજિનલ સહી કરી સુધારાને પ્રમાણિત કરવો. પાછળથી આવો સુધારો કરવો નહીં.

11) LC માં એકથી વધુ સુધારાને પ્રમાણિત આવે ત્યારે બધા જ સુધારા પર આચાર્યની પુરી સહી કરવી.(ટૂંકી સહી ન કરવી)

12) LC માં આચાર્યની જ સહી હોવી જોઈએ. આચાર્ય ન હોય તો અધિકૃત કરેલ વ્યક્તિ/અધિકારીસહી કરી શકેશક

13) LC માં આચાર્યએ વયપત્રક સાથે સરખાવી પછી જ સહી કરવી.

14) LC ઇશ્યુ કર્યા તારીખ અવશ્ય લખવી.

15) LC અને LC ના અડધિયા બંન્ને પર શાળાનો રાઉન્ડ સીલ (સિક્કો) લગાવેલો હોવો જોઈએ.

16) LC લઈ જનારની LC ના અડધિયા પાછળ પુરી વિગતો લખવી અને સહી કરાવવી.

17) LC ઇશ્યુ કરતી વખતે આચાર્યએ વયપત્રમાં પણ નોંધ (LC નંબર, LC ઇશ્યુ કર્યા તારીખ, LC લઈ જવાનું કારણ વગેરે) કરી સહી કરવી.

18) કોઇપણ વિગતના ખાનામાં (-) ડેશ નાનો ન કરવો પરંતુ વિગતમાં કોઈ લખી ન શકે તે મુજબનો કરવો.

19) LC ઇશ્યુ તારીખ શાળા છોડ્યા તારીખ કે પછીની હોવી જોઈએ. LC લખતી વખતે ભૂલ થાય તો વાઈટનરનો ઉપયોગ કરવો નહીં.

20) LC અને LC ના અડધિયા બંન્ને પર નીચે આચાર્ય, વર્ગ શિક્ષક અને ક્લાર્કની ઓરિજીનલ સહી હોવી જોઈએ.

21) LC અને LC ના અડધિયા બંન્ને પર નીચે આચાર્યની સહી સાથે સિક્કો હોવો જ જોઈએ.

22) LC વગર શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો. કે LC મળવાની આશાએ પ્રવેશ ન આપવો.

23) LC લખતી વખતે ભૂરી કે કાળી પેનનો જ ઉપયોગ કરવો. (લીલી,લાલ પેનનો ઉપયોગ ન કરવો)

24)LC લખતી વખતે જેલ પેનનો ઉપયોગ ન કરવો.

25)LC ની પાછળ કાર્બન પેપરની છાપ ઉપસે તે પ્રમાણે લખવા જોઈએ.

26) LC બુકમાં પહેલેથી ક્રમ નંબર આપેલા હોવા જોઇએ જેથી LC નો દુરુપયોગ ન થાય.

27) LC માં વયપત્રક મુજબની જ વિગતો લખવી (દા.તા. માતાનું નામ ન હોય તો લખવું નહીં)

28) LC માં વિગતો સંપૂર્ણ લખવી (ઉ.દા. ૨૧/૦૭/૧૯૯૧ એકવીસમી જુલાઈ ઓગણીસો એકાણું)

29) LC માં બિન જરૂરી કોલમો ન ઉમેરવી(ઉ.દા. SEBC, SC.ST, બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબર વગેરે)

30) LC માં જરૂરી દરેક બાબતો હોવી જોઇએ. (જેમ કે – ટ્રસ્ટનું નામ, શાળાનું નામ, સરનામું ઈન્ડેક્ષ નંબર વગેરે)

31) LC માં યોગ્ય વિગતોને યોગ્ય જગ્યા મળવી જોઈએ. (જેમ કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ શબ્દોમાં)

32) LC લેખિત સ્વરૂપમાં સુવાચ્ય અક્ષરોમાં લખી આપવું.(કમ્પ્યુટરરાઈઝ નહીં)

33) LC એક જ વ્યક્તિ દ્વારા અને અક્ષરો અલગ ન પડે તે રીતે લખવું જોઈએ.

34) LC ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ હોય અને અંગ્રેજીમાં માંગવામાં આવે તો અલગથી LC ઇશ્યુ કરવાને બદલે અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરીને આપવું, LC ના ઉપરના ભાગે જમણી બાજુ "Translation in English" લખવું એવી જ રીતે અંગ્રેજીનું LC ગુજરાતીમાં માંગવામાં આવે ત્યારે "માતૃભાષામાં અનુવાદ” લખી આપવું. (૨૦૧૧/૨૦૧૬ ના પરિપત્ર મુજબ)

👉LC માં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો એક વાર વિધાર્થીએ જાહેર પરીક્ષા આપ્યા બાદ સક્ષમ સત્તાધિકારી પાસે થઈ શકતો નથી. પરંતુ ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડરના આધારે સક્ષમ સત્તાધિકારીની મંજુરી બાદ જ કરી શકાય છે.

LC માં વધારે ભૂલો થયેલ હોય તો નવું LC બનાવી આપવું જુનું LC રદ્દ (CANCEL) કરવું.

👉પહેલેથી ચાલી આવતી વયપત્રકની ભૂલો સક્ષમ સત્તાધિકારી પાસે સુધારો કરાવ્યા બાદ જ વયપત્રકમાં સુધારો કરવો. (LC માં સીધો સુધારો ના કરવો)


1 comment: