PRAYERS



મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નરસિંહરાવ દિવેટિયા

=======================

મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે .. મંદિર તારું

નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે .. મંદિર તારું

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે .. મંદિર તારું
=========================
એ માલિક તેરે બંદે હમ

એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુએ નિકલે દમ… હે માલિક..
હે અંધેરા ધના છા રહા,તેરા ઇન્સાન ધબરા રહા,
વો રહા બેખબર,કુછ ન આતા નજર,
સુખ કા સૂરજ છૂપા જા રહા,
હૈ તેરી રોશની મે હો દમ, તૂ અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે નિકલે દમ…
જબ જુલમો કા હો સામના,તબ તુ હી હમેં થામના,
જો બુરાઈ કરે, હમ ભલાઈ કરે,
નહીં બદલે કી ભાવના,
જબ ઉઠે પ્યાર કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ,
નેકી પર ચલે, ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે, નિકલે દમ… હે માલિક
===================================
તેરી પનાહ મેં 

તેરી પનાહ મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના…

કપટ, કર્મ, ચોરી, બેઈમાની,
ઔર હિંસા સે હમ કો બચાના,
નાલી કા બન જાયે ના પાની
નિર્મલ ગંગા જલ હી બનાના
અપની નિગાહે મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના…

ક્ષમાવાન તુજસા કોઈ નહી.
ઔર મુજસા કોઈ નહી અપરાધી,
પુણ્ય કી નગરી મેં ભી મૈને
પાપો કી ગઠરી બાંધી
કરુણા કી છાઁવ મેહ મે રખના,
શીખે હમને કરાહ પર ચલના..
==========================

No comments:

Post a Comment