Showing posts with label મુદ્દા પરથી વાર્તાલેખન. Show all posts
Showing posts with label મુદ્દા પરથી વાર્તાલેખન. Show all posts

Friday, 22 March 2024

બુદ્ધિશાળી કાગડો

 બુદ્ધિશાળી કાગડો 

          એક વખત, એક ખૂબ જ ગરમીભર્યા દિવસે, એક કાગડો પાણી શોધવા માટે ઉડ્યો જતો હતો. તે ખૂબ જ તરસ્યો હતો, પરંતુ તેને ક્યાંય પાણી મળતું ન હતું. અંતે, તેને એક બાગમાં એક મોટો કળશ જોવા મળ્યો, જેમાં થોડું પાણી હતું. પરંતુ પાણી કળશના તળિયે હતું, અને કાગડાની ચોંચ પાણી સુધી પહોંચતી નહોતી.

          કાગડો ખૂબ જ તરસ્યો હતો, પરંતુ તે હાર માનવાનું મન ન હતું. તેણે આજુબાજુ જોયું અને એક ઉપાય શોધી કાઢ્યો. તે નજીકના પથ્થરો અને કંકરો એક પછી એક કળશમાં નાખવા લાગ્યો. ધીરે ધીરે, જ્યારે તે વધુ પથ્થરો અને કંકરો નાખતો ગયો, પાણી ઉપર તરફ આવતું ગયું. અંતે, પાણી એટલું ઉપર આવ્યું કે કાગડો સરળતાથી પી શક્યો.

           કાગડાની બુદ્ધિમત્તા અને સમસ્યા સુલઝાવવાની કુશળતા એને જીવનદાન આપ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે કઠિન સમયે પણ હિંમત ન હારવી જોઈએ અને બુદ્ધિશાળી અને રચનાત્મક રીતે સમસ્યાઓનો સામનો કરવો જોઈએ.

Sunday, 3 March 2024

દયાળુ રાજા

 દયાળુ રાજા 

      એક સમયની વાત છે, એક નાના પરંતુ સમૃદ્ધ રાજ્યમાં એક અત્યંત દયાળુ રાજા રાજ કરતા હતા. તેમનું નામ રાજા સુધાર્મા હતું. રાજા સુધાર્મા તેમના પ્રજાજનોની સુખ-શાંતિ માટે હંમેશાં ચિંતિત રહેતા અને તેમનું કલ્યાણ કરવામાં કોઈ કસર છોડતા નથી.

      એક વર્ષ, તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતી સુકાઈ ગઈ, નદીઓ અને કૂવા સૂકાઈ ગયા, અને લોકો અન્ન અને પાણી માટે તરસ્યા. રાજા સુધાર્માએ તેમની પ્રજાની આ દુર્દશા જોઈ અને તેમને દિલગીર થયા. તેમણે તુરંત તેમના મંત્રીઓ અને સલાહકારોને બોલાવી અને એક યોજના બનાવી.

     રાજાએ તેમના ખજાનાના દરવાજા પ્રજા માટે ખોલી દીધા. તેમણે અનાજ અને પાણીનું વિતરણ શરુ કર્યું, દરિદ્રોને વસ્ત્રો અને ઔષધિઓ પ્રદાન કરી. પરંતુ આ બધું કરવા છતાં, રાજા સંતુષ્ટ નહોતા. તેમણે દેવોને પ્રાર્થના કરી અને તેમના રાજ્ય પર કૃપા કરવાની વિનંતી કરી. તેમની પ્રાર્થના સ્વીકારાઈ અને થોડા જ સમયમાં, વરસાદ પડ્યો. નદીઓ અને કૂવા ફરીથી પાણીથી ભરાઈ ગયા, ખેતીને જીવન મળ્યું, અને રાજ્ય ફરીથી હરિયાળુ બન્યું. રાજા સુધાર્માની દયાળુતા અને તેમના પ્રજાજનો પ્રત્યેનો પ્રેમ તેમના રાજ્યના નાગરિકોને નવું જીવન બક્ષી દીધું. 

Friday, 19 January 2024

મગર અને વાંદરો

 મગર અને વાંદરો



            એક નદી કિનારે જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. જે મગરનો મિત્ર હતો. મગર હંમેશા નદી કિનારે આવતો અને વાંદરાએ નાખેલા જાંબુ ખાતો. એક દિવસ મગર થોડા જાંબુ મગરી માટે ઘેર લઈ ગયો.

       મગરીએ વિચાર્યું, "જો આ જાંબુ આટલા મીઠા છે, તો વાંદરાનું હૃદય કેટલું મીઠુ હશે, તેણે મગરને કીધુ ''તમે વાંદરાને અહી જમવા બોલાવો, મારે આ વાંદરાનું હૃદય ખાવું છે. જો તમે તેનું હૃદય નહી લાવો તો હું મરી જઈશ'છેવટે મગરે વાંદરાને ભોજન માટે કીધુ" વાંદરો કૂદીને મગરની પીઠ પર જઈને બેઠો. નદીમાં આગળ જતા મગરે કીધુ "માફ કરજે મારા મિત્ર, મગરીને તારું હૃદય ખાવું છે, તેથી મારે તને મારવો પડશે. 

        "વાંદરો સમજી ગયો કે તે મુસીબતમાં ફસાઈ ગયો છે. તેણે ગભરાયા વગર, ચાલીકીથી કીધુ, "તો તેં મને તે પહેલાં કેમ ના કીધુ? હવે આપણે પાછા ફરવું પડશે કેમ કે હું હંમેશા બહાર જતી વખતે મારું હૃદય ઘરે મૂકીને નીકળું છું." એ સાંભળીને મગર કિનારા પર પાછો ગયો. કિનારે પહોંચતા જ વાંદરો ઉછળીને ઝાડ પર ચડી ગયો. 

         મૂર્ખ મગર! જો હું મારું હૃદય ઘર પર મૂકીને આવત, તો જીવતો કઈ રીતે રહેત? તું એક દગાબાજ મિત્ર છો. આજથી આપણી મીત્રતા પૂરી."

કાચબો અને સસલો

 કાચબો અને સસલો


          એક દિવસ કાચબાએ સસલા સાથે દોડવાની શરત લગાવી. બંને એ દોડવાની હરીફાઈ કરી. સસલો ઝડપથી દોડતો/હતો એટલે થોડી જ વારમાં કાચબા કરતા ઘણો આગળ નીકળી ગયો.

            દોડની શરત જીતવા માટે એક વિજય-રેખા બનાવી. સસલો તેની નજીક પહોંચી ગયો હતો. કાચબો તો પાછળ હતો. તેથી સસલાએ વિચાર કર્યો, "મારે હમણાં દોડ પૂરી કરવી નથી. હું આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ ને કાચબાની રાહ જોઉં. કાચબો અહીં આવશે એટલે હું ઝડપથી દોડીને કાચબા કરતાં પહેલાં વિજય-રેખા ઓળંગી જઈશ. હું શરત જીતી જઈશ એટલે કાચબો ચીડાશે અને મને મજા પડશે."

           આમ વિચારીને સસલો ઝાડ નીચે બેઠો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. જ્યારે તેણે જાગીને જોયું તો કાચબો વિજય-રેખાને ઓળંગી ગયો હતો ! સસલાએ જીતવાની તક ગુમાવી.

લોભી કૂતરો

 લોભી કૂતરો


            એક હતો કૂતરો. તેને બહુજ ભૂખ લાગી હતી. તેને હાડકાનો એક ટુકડો જડયો. તે ખુશ ખુશ થઈ ગયો. હાડકાને મોઢામાં લઈ તે એકાંત ખૂણામાં જઈને બેઠો. બેઠા બેઠા તેણે ઘણા સમય સુધી તે હાડકું ખાવાની કોશીશ કરી. આખરે તે થાકી ગયો. તેને ખૂબ તરસ લાગી હતી. તેથી હાડકું મોઢામાં લઈ તે નદી તરફ ગયો. નદી ઉપર લાકડાનો પુલ હતો. તે પૂલ પરથી પસાર થતાં તેણે પાણીમાં જોયું. પાણીમાં તેનો પોતાનો પડછાયો જોયો. તેને થયું, "નદીમાં બીજો કૂતરો છે. તેના મોઢામાં પણ હાડકું છે.' તે હાડકું હું લઈ લવ તો મારી પાસે વધુ ખોરાક થઈ જશે અને મારે બીજો શિકાર કરવો નહી પડે તેથી તેનું મન તે હાડકું પડાવી લેવા લલચાયું. તેથી તેણે ભસવાનું શરૂ કર્યું, તરત જ તેના મોઢામાં રહેલું હાડકું નદીમાં પડી ગયું. આમ બીજા હાડકાના લોભમાં કૂતરાએ પોતાની પાસેનું હાડકું પણ ગુમાવ્યું.

Saturday, 7 January 2023

જેવા સાથે તેવા

મુદ્દા પરથી વાર્તાલેખન 

(4)  

           એક લુચ્ચો દુકાનદાર -કરિયાણાની દુકાન - એક ગ્રાહક - ખાંડ ખરીદવી - દુકાનદારનું ઓછું તોલવું - ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, “વધારે ઊંચકવું નહિ પડે.” - ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા - દુકાનદારે પૂરા પૈસા માગવા-ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે.” -બોધ.

------

જેવા સાથે તેવા

            એક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.

         એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”

         ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા નું  મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.દુકાનદારે પૈસા ગણ્યા તો ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”ગ્રાહકે રોકડું પરખાવ્યું.ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.” 

          દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. 

બોધ- જેવા સાથે તેવા થવું પડે.


સિંહ અને ઉંદર

મુદ્દા પરથી વાર્તાલેખન 


 (3) 

એક સિંહ – વૃક્ષ નીચે આરામ કરવો – સિંહના શરીર પર ઉંદરનું દોડવું – ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન -સિહે ઉંદરને છોડી મૂકવો – એક વાર સિંહનું જાળમાં ફસાવું – ઉંદરે જાળ કાપી નાખી સિંહને મુક્ત કરવો – બોધ.

-------

સિંહ અને ઉંદર

------

         એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. શિયાળાનો દિવસ હતો. સિંહ તેની બોડ પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયો.

      ઉંદર ગભરાઈ ગયો. તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, “હે વનરાજ, મારી ભૂલ થઈ. મને માફ કરો. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહિ દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ.”સિંહ હસ્યો. તે મનમાં બોલ્યો, “આ ઉંદર મને શી મદદ કરવાનો છે?”પરંતુ સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો.

          થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની બોડ પાસેના ઝાડ પર બેઠો. સિંહ બોડમાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાળ ફેંકી. સિંહ જાળમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી અને જાળમાંથી છૂટવા ધમપછાડા કર્યા, પણ વ્યર્થ.

        સિંહની ત્રાડ સાંભળી દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ મળીને જાળ કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થયો.સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો. શિકારી નિરાશ થઈ ચાલતો થયો.

બોધ= જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો. કોઈનું અપમાન કરવું નહિ.

માતૃહૃદય

મુદ્દા પરથી વાર્તાલેખન  



 (2)

            બે સ્ત્રીઓ–બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો -એક કહે, “બાળક મારું છે.” –બીજી કહે, “બાળક મારું છે.” –બંનેનું ન્યાયાધીશ પાસે જવું-ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેચી લેવા કહેવું –બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત –પહેલી સ્ત્રીની અસંમતિ – તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર – ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોપવું–બોધ.

----------

માતૃહૃદય

       એક સ્ત્રી પોતાના બાળક સાથે બહારગામ જતી હતી. તે બસસ્ટેશને આવી. તે બસની રાહ જોતી બસસ્ટેશનના બાંકડા પર બેઠી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં ત્યાં બીજી સ્ત્રી આવી. તે પહેલી સ્ત્રી પાસે બાંકડા પર બેઠી. બાળક તેની સામે જોઈ હસવા લાગ્યું. રૂપાળું બાળક તેને ગમી ગયું. તે એને લઈ રમાડવા લાગી.એટલામાં એક બસ આવી. બાળકની માતાએ બાળકને લેવા હાથ લંબાવ્યા. પણ બીજી સ્ત્રીએ બાળક ન આપ્યું. 

       આ સાંભળતાં જ બીજી સ્ત્રી ખુશ થઈ, પરંતુ પહેલી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે ન્યાયાધીશને બે હાથ જોડી કહ્યું, “સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી. મારું બાળક મારી પાસે નહિ રહે પણ જીવતું તો રહેશેને!”

          પહેલી સ્ત્રીએ કહ્યું, “બહેન, મારી બસ આવી ગઈ છે. મારે ? મોડું થાય છે. મને મારું બાળક આપી દો.”બીજી સ્ત્રી બોલી.તું કોની વાત કરે છે? શું આ બાળક તારું છે? તું વળી તેની મા ક્યાંથી થઈ ગઈ?” બાળકની મા આ સાંભળીને ડઘાઈ ગઈ. તે રડવા લાગી.બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું.

          કોઈ સજ્જને તેઓને ઝઘડવાને બદલે ન્યાયાધીશ પાસે જવા કહ્યું.તેથી બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાની કોશિશ કરી. પરંતુ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી.

           આથી ન્યાયાધીશે વિચાર કરીને કહ્યું, “આ બાળકના બે ટુકડા કરી બંને એક-એક ટુકડો લઈ લો!”

       ન્યાયાધીશ માતૃહૃદય પારખી ગયા. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી.

 બોધ- મા તે માં,બીજા વગડાના વા. 

Tuesday, 27 December 2022

પથ્થર ખસેડવાનું ઇનામ

 આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો 

(1) મુદ્દા : નગરનો માર્ગ – માર્ગમાં પથ્થર – પથ્થર અનેકને
નડે છે. કોઈ પથ્થર ખસેડતું નથી – છેવટે એક માણસ પથ્થર
ઉપાડે છે. - પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોનામહોર નીકળે
છે - ચિઠ્ઠીમાં લખ્યું છે, “પથ્થર ખસેડવાનું ઇનામ'' -  બોધ.​

       એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.

           એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.

         થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ  પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ'' તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો . 


શીર્ષક- પથ્થર ખસેડવાનું ઈનામ 

બોધ- બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે.