Saturday 20 January 2024

પંખી બની ઊડી જઈએ

 પંખી બની ઊડી જઈએ

પંખી બની ઊડી જઈએ, (૨)

હો...હો...હો...ચાંદામામાના દેશમાં.

ટમટમતા તારલાનો દેશ ચાંદામામા,

તારલા બની ચમકી  જઈએ, (૨) 

હો...હો...હો...ચાંદામામાના દેશમાં. 

કાળી-કાળી વાદળીનો દેશ ચાંદામામા,

વાદળી બની વરસી જઈએ, (૨) 

હો...હો...હો...ચાંદામામાના દેશમાં.

ધોળી-ધોળી પરીઓનો દેશ ચાંદામામા, 

પરી બની ગમી જઈએ, (૨)

હો...હો...હો...ચાંદામામાના દેશમાં.

No comments:

Post a Comment