Sunday, 14 April 2024

ધોરણ 6 ગુજરાતી -પલાશ-વાર્ષિક પરીક્ષા -2023-24-સોલ્યુશન

 

જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર

 દ્વિતીય સત્રાંત લેખિત કસોટી - 2024

સમય : 8 થી 11                                        ધોરણ : 6                     વિષય : ગુજરાતી

તારીખ - 13-04-2024                                                                 સમય -8 થી 11 

-----------------------------------------------------------------------------------------------------

પ્રશ્ન 1 (અ) નીચે આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો.

 (1) ઘરમાં તમારું સૌથી વધુ ધ્યાન કોણ રાખે છે

  જવાબ- ઘરમાં મારુ સહુથી વધુ ધ્યાન મારા મમ્મી પપ્પા રાખે છે. તેઓ મને ગમતી ચોકલેટ અને બીજી               વસ્તુઓ લાવી આપ છે. 

 (2) દુકાળ એટલે શું ?" દુકાળ આવે ત્યારે શું શું થાય ? 

 જવાબ- વર્ષાઋતુના સમયમાં વરસાદ આવે જ નહિ અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તેને 'દુકાળ .દુકાળ આવે ત્યારે લોકોને પાણી મળતું નથી.તેઓ ને સ્થળાંતર કરવું પડે છે. વસ્તુઓની કિમત વધી જતાં મોંઘવારીએ વધે છે. 

 3) અત્યારે યુધ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે ? 

જવાબ- અત્યારે યુધ્ધમાં બોમ્બ,એ.કે.47 રાઈફલ,મિસાઈલ જેવા વિનાશક હથિયારો વપરાય છે. 

 (4) તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો. 

જવાબ- બકુલ ત્રિપાઠી ,યશવંત ત્રિપાઠી ,ધીરજ બ્રમ્હ્ભટ્ટ ,ચન્દ્ર્કાંત શેઠ ,સુરેશ દલાલ 

(બ) નીચે આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો.

(1) તમારામાં અને તમારાં મમ્મી-પપ્પામાં કઈ કઈ બાબતો સરખી છે ?

જવાબ- દર શનિ ,રવિ ફરવા જવામાં અને નવી  નવી વાનગીઓ ખાવાની બાબત અમારામાં સરખી છે. 

(2) તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે ?

જવાબ- શિયાળામાં જ્યારે ખુબજ ઠંડી પડે ત્યારે તડકો મારાપર આવે તેવું મને ગમે છે. 

(3) વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે ?

જવાબ- વાળની શોભા વધારવા માંટે શેમ્પૂ નો ઉપયોગ કરવામાં આવે છે. 

પ્રશ્ન 2 નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો.

            એક નાનકડું ઘેટું તેના રોજના સ્થાને રમી રહ્યું હતું. અચાનક એક કૂતરાએ શિકારના ઈરાદાથી તેના પર હુમલો કરી દીધો ને ઘેટાના બચ્ચાના પગ પર જોરથી બચકું ભર્યું. ઘેટું એકદમ ગભરાઈ જતાં જોર જોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યું. કૂતરો પણ પોતાની પકડ વધારે ને વધારે મજબૂત કરતો ગયો. આ સમયે ત્યાં એક ગધેડો આવી ચઢ્યો. પરિસ્થિતિને સમજતાં વાર ન લાગતાં તે કૂતરા પર લાતોનો પ્રહાર કરવા લાગ્યો. કૂતરો પણ હાર માને તેમ ન હતો. ગધેડો પણ વધારે તાકાત લગાવી કૂતરા પર આકરા પ્રહાર કરવા લાગ્યો. કૂતરો પણ જમીન પર પછાડતા તેની ઘેટા પરની પકડ છૂટીને ઘેટું થઈ ગયું આઝાદ. કૂતરાને હવે પોતાનો જીવ જોખમમાં લાગતાં તે ત્યાંથી ભાગી છૂટયો. ગધેડાની સમયસરની મદદ નાનકડા ઘેટા માટે વરદારરૂપ બની રહી.

(1) કુતરાએ કેવા ઈરાદાથી ઘેટા પર હુમલો કર્યો હતો ?

જવાબએક કૂતરાએ શિકારના ઈરાદાથી ઘેટાં  પર હુમલો કર્યો હતો.

(2) પોતાના પ્રાણ મુશ્કેલીમાં છે. એવો અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો.

જવાબ- પોતાનો જીવ જોખમમાં લાગવો . 

(3 ) ગધેડાએ કૂતરાને જમીન પર પછાડયું. કારણ કે....

જવાબ- ઘેટાનો જીવ બચાવવા માટે ગધેડાએ કૂતરાને જમીન પર પછાડયું . 

(4) ઘેટું થઈ ગયું આઝાદ એટલે ?

જવાબ- કૂતરાને હવે પોતાનો જીવ જોખમમાં લાગતાં તે ત્યાંથી ભાગી છૂટયો. 

(5) કૂતરાએ ઘેટાનો પગ શા માટે પકડયો હતો ?

જવાબ- કૂતરાને ઘેટાનો શિકાર કરવો હોય તેણે ઘેટાનો પગ પકડ્યો હતો. 

પ્રશ્ન 3 નીચે આપેલ પંક્તિઓના વિચાર વિસ્તાર કરો. (ગમે તે બે)

(1) નિશાન ચૂક માફ, નહી માફ નીચુ નિશાન.

જવાબઆ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ.

(2) મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય.

જવાબ-  જે રીતે ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે, પરંતુ તે પ્રહાર થાય ત્યારે જ આગળ આવે છે. તે સિવાય પાછળ રહે છે. તેવી જ રીતે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. મિત્રતાની કસોટી દુઃખના સમયે થાય છે. સુખમાં તો સૌ કોઈ આપણા મિત્ર બનવાનો ડોળ કે દેખાવ કરે છે પરંતુ આપણા જીવનમાં આવેલી દુઃખની ઘડીમાં જે મિત્ર આપણી પડખે આવીને ઊભો રહે તે જ સાચો મિત્ર.

 (3) હોય કામ મુશ્કેલ પણ ઉધમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય.

જવાબ- અહી કવિ કહે છે કે કોઈપણ કામ ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય પરંતુ જો તમે મહેનત કરશો તે તે જલ્દીથી થઈ જશે ,સાથે સાથે જો તમારા દિલમાં ખંત ની ભાવના હોય તો તમારા પ્રયત્ન કડી પણ ફોગટ નહીં જાય. 

(અ) માંગ્યા મુજબ જવાબ આપો.

=નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

   (1) હરાવી ન શકાય તેવું - અપરાજેય 

   (2) કપાળે કરાતું કંકુનું ગોળ ટપકું - ચાંદલો 

= નીચે આપેલા શબ્દનો સહુથી નજીકનો અર્થવિકલ્પ શોધોને લખો. 

   3) વેર - દુશ્મનાવટ 

   4) બેચેની - અકળામણ 

= રૂઢિ પ્રયોગનો અર્થ તેની નીચેના વિકલ્પોમાથી શોધીને લખો 

 5) હાથ ધોઈ નાખવા - (બ) આશા છોડી દેવી 

 6) નાક કપાવવું - (અ) આબરૂ જવી 

(બ) માગ્યા મુજબ જવાબ લખો . 

(1) મકર રાશિ 'જ' અક્ષર ઉપરથી એક નામ લખો. - જયેશ 

( 2) કર્ક રાશિ 'હ' અક્ષર ઉપરથી એક નામ લખો. હર્ષદ

* નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો માન્ય અર્થ વિકલ્પમાંથી શોધીને લખો.

(3) ચેતન હમણાં જ બજાર ભણી નીકળ્યો. (તરફ / પાસે /બાજુ)

(4) મેં જયાં દડો મૂક્યો છે ત્યાં એંધાણી કરી રાખી છે. (ખાતરી / છાપ / નિશાની)

પ્ર-5 (અ) નીચેના વાક્યોના કાળ ઓળખાવો.

(1) શુભમ નિશાળે જાય છે. - વર્તમાનકાળ 

(2) કિશન ગીત ગાતો હતો.  - ભૂતકાળ 

(3) હું કાલે જુનાગઢ જઈશ. - ભવિષ્યકાળ 

(4) આવતા મહિને મારે પરીક્ષા છે. - ભવિષ્યકાળ 

(5) ગયા વર્ષ હુ પાંચમાં ધોરણમાં હતો.- ભૂતકાળ 

(બ) કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પુરો. (અને, કે , માટે, તો, તેથી)

(1) મને ગુલાબજાંબુ .અને  જલેબી બંને ભાવે છે.

(2) જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત. તો  હું પ્રવાસે જવાનું ચૂકી જાત.

(3 ) મને તાવ આવ્યો હતો. તેથી  લેશન કરેલ નથી 

(4) મમ્મી મારા માટે મેળામાંથી રમકડા લાવ્યા.

(5) મહેશ શાળાએ આવશે. કે  નહીં ?

(ક) નીચે આપેલા વાક્યોને સુધારીને લખો.

(1) આજે મારી સ્કૂલમાં રજા હતો.

જવાબ -આજે મારી સ્કૂલમાં રાજા હતી.

(2) મમ્મીને મેં ક્યાંય સુધી નીરખ્યા કર્યો.

જવાબ- મમ્મીને મે ક્યાય સુધી નીરખ્યા કરી . 

(3) ગામમાં મેળો ભરાયો હતી.

જવાબ- ગામમાં મેળો ભરાયો હતો. 

(4) મોચી કપડાં સીવે છે.

જવાબ- મોચી ચંપલ સીવે છે. 

(5) ચોમાસામાં વરસાદ પડતી હતી. 

જવાબ- ચેમાસામાં વરસાદ પડતો હતો . 

પ્ર-6 (અ) કૌંસમાંથી યોગ્ય ભાવ દર્શાવતા શબ્દ શોધી લખો.

        (કાળજી, રમૂજ, હતાશા, અકળામણ, જિજ્ઞાસા)

(1) મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી. = કાળજી 

(2) શું કરવું અને શું ન કરવું એજ ખબર પડતી ન હતી = અકળામણ 

(3) પપ્પા ભાખરીના જાતજાતના આકારો મિનિને બતાવીને ખૂબ હસાવતા. =રમુજ 

(4) જિગ્નેશને હમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી. = જિજ્ઞાસા 

(5) પિતાજીની વાત સાંભળીને હું ખૂબ નિરાશ થયો = હતાશા  

(બ) નીચે આપેલા ભાવ દર્શાવતા શબ્દને ઉપયોગ કરીને ફરી વાક્ય બનાવો . 

1) આનંદ =  પેપર સારું ગયું હોય ધવલને ખુબજ આનંદ થયો. 

2) મશ્કરી = તુષાર  અને સંદીપ બધાની બહુજ મશ્કરી કરતાં .

3) જીદ =  તમન્નાએ આઈસક્રીમ ખાવાની જીદ છોડી નહીં . 

4) ગુસ્સો= હિતેશને નાની અમથી વાતમાં ગુસ્સો આવી જતો. 

5) ચિંતા = હાર્દિકસાહેબે બધાની ચિંતા દૂર કરી દીધી હોય બધા ખુબજ  રાજી થયા.

પ્રશ્ન- 7 ( અ) નીચે આપેલ પાત્રોનો પરિચય આપો.(કોઈપણ એક) 

1) અભિમન્યુ     2) મિની 

અભિમન્યુ   અભિમન્યુ એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. અભિમન્યુ જન્મ પહેલાં જ તેની માતાની કોખમાં જ અભેદ્ય એવા ચક્રવ્યુહમાં પ્રવેશવાની કળા શીખી આવ્યો હતો.આભિમન્યુએ પોતાનું બળપણ તેની માતાના શહેર દ્વારકામાં ગાળ્યુ. તેને શ્રીકૃષ્ણના પુત્ર પ્રધ્યુમ્ન અને પિતા અર્જુનના હાથ નીચે શિક્ષણ મેળવ્યું અને શ્રીકૃષ્ણ ની દેખરેખ નીચે તેનો ઉછેર થયો. સામે આવતા કુરુક્ષેત્રના યુદ્ધ ને ધ્યાનમાં લઈ તેના પિતાએ તેના લગ્ન વિરાટ રાજાની સુપુત્રી ઉત્તરા, સાથે કરાવી આપ્યા,અભિમન્યુ બહાદુર અને વીર યોદ્ધા હતો. પોતાના પિતાની સમકક્ષ ધર્નુવિદ્યા અને બહાદુરીને લીધે તે યુદ્ધમાં દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, સૈલ્ય,કર્ણ, દુર્યોધન અને દુશાશનને રોકી શક્યો હતો.

મિની= મિની ને મમ્મીની ખોટ ન પડે તેમાટે તેના પપ્પા તેનું ખુબજ ધ્યાન રાખે છે. મિનીની સંભાળ રાખવા માટે તેના પપ્પાએ એક માજી રાખ્યા હતા. માજી કામ પતાવીને જ્યારે જાય ત્યારે દોર ને લોક કરીને નાચતી કૂદતી અને બહેનપણીઓને બોલાવીને ટીવી જોતી .ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઊથલ પાતાળ કરતી . મિનીના પપ્પા ક્યારેક દાઢી વધારે તો મિનીને ગમતું નહોતું. મિનીના પપ્પા ભાખરીના અવનવા આકારો બનાવીને મિનિ ને હસાવતા. મિની ને ભાખરી શાક ગમતા નહોતા ,તેણે દાળ ભાત ગમતા ,તેણે દાળ બનાવાનું પણ શીખી લીધું હતું. 

(બ) આપેલા ચિત્રને જોઈને પાંચથી સાત વાક્યમાં વર્ણન કરો . (5) 

1) આ ચિત્ર ગામના મેળાનું છે. 
2) મેળામાં એક ચકડોળ છે. 
3) લોકો મેળામાં આનંદ કરી રહ્યા છે. 
4) મેળામાં એક ફરકડી વાળો દેખાય છે.
5) મેળામાં એક ફુગ્ગાવાળો છે. 
6) મેળામાં બે મોટા તાંબું દેખાય છે. 
પ્રશ્ન - 8 નીચે આપેલા વિષયોમાથી કોઈપણ એક વિષય પસંદ કરી દસ લીટી લખો . 
ઉનાળાની બપોર 
ઉનાળો ભારતની ત્રણ ઋતુઓ મા ની એક ઋતુ છે .ઉનાળામાં બપોરે ગરમીના લીધે તાપમાન ઘણીવાર ઉચ્ચતમ સ્તરે પહોંચી જાય છે, જેથી બહારનું વાતાવરણ ખૂબ જ ગરમ અને ઉષ્ણ બની જાય છે.લોકો હલકા અને સૂતરી કપડાં પહેરે છે. લોકો શીતળ પીણાં જેવા કે છાસ, લીંબુપાણી, કોકમ શરબત વગેરે પીવે છે જેથી દેહને ઠંડક મળે અને ડિહાઈડ્રેશનથી બચાવ થાય.ઉનાળામાં ગરમીને કારણે બહાર નીકળવું કઠિન બની જાય છે.લોકો બપોરના સમયે ઘરમાં એરકન્ડિશન નો ઉપયોગ કરીને ગરમી સામે રક્ષણ મેળવે છે.
મારા પપ્પા - મારા પપ્પા ખૂબ મહેનતુ અને સમર્પિત વ્યક્તિ છે, તેઓ પોતાના કાર્યમાં હમેશા ઉત્સાહ અને પ્રતિબદ્ધતા બતાવે છે.તેમને વાંચવાનો શોખ છે, અને તેઓ અવારનવાર નવી પુસ્તકો ખરીદી અને વાંચી રહ્યા છે.મારા પપ્પા સાથે સમય વિતાવવો એ મને ખૂબ ગમે છે કારણ કે તેઓ ખૂબ સારી વાતો અને સલાહ આપે છે.તેમણે મને જીવનના મૂલ્યો અને મહત્વની શીખ આપી છે જેમ કે સત્યનિષ્ઠા અને કડક મહેનત.પપ્પા કુશળ રસોઇયા પણ છે, અને તેમના હાથની બનાવટી ખીચડી અને કઢી મારી પ્રિય છે.તેઓ પ્રવાસ કરવાના શોખીન છે અને અવારનવાર પરિવાર સાથે નવી જગ્યાઓ શોધવા જાય છે.તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહે છે અને સમાજની સેવા માટે સમય અને સંસાધનો આપે છે.પપ્પા ખૂબ જ ધૈર્યવાન છે, અને મુશ્કેલ સમયમાં પણ શાંત રહીને સમસ્યાઓનું સમાધાન કરે છે.તેઓ મારા આદર્શ છે અને મને સાચા અર્થમાં એક સારો માણસ બનવાની પ્રેરણા આપે છે.

No comments:

Post a Comment