ધોરણ-7 વિષય ગુજરાતી તારીખ :05/10/2024
સમય: 1 કલાક એકમ 1 થી 9 કુલ ગુણ 25
અધ્યયન નિષ્પત્તિ- ગુજરાતી, બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય-પદ્ય સૂચના અને પ્રશ્નો (કથાત્મક, નિબંધાત્મક માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દૃશ્યાત્મક પ્રકીર્ણ સામગ્રીમાંથી વિગતો શોધે
પ્રશ્ન-1 નીચે આપેલ વિભાગમાંથી કોઇ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો.
(ગુણ 05)
1. કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100ppm થી નજીકની છે?
જવાબ-રાજસ્થાન રાજ્યની પ્રદૂષણની માત્રા 100પીપીએમ થી નજીકની છે.
2. સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે?
જવાબ- સહુથી વધુ અને સહુથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત 80ppm છે.
૩. તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો? કેમ?
જવાબ- ગુજરાત રાજ્યની પ્રદૂષણની માત્રા સહુથી ઓછી હોય હું ત્યાં રહેવાનુ પસંદ કરીશ.
4. કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે?
જવાબ- દિલ્હી રાજયમાં પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે.
5. કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે?
આપેલ માહિતી પત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો.
પ્રશ્નો:
1. રાહુલ પ્રિયા કરતાં કઈ રીતે અલગ પડે છે?
જવાબ-રાહુલ પ્રિયાની સરખામણીમાં વજનમાં,ઘરના સભ્યોની સંખ્યામાં અને વાહનની સંખ્યાની દ્રષ્ટિએ અલગ પડે છે.
2. કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે?
જવાબ-રમેશનું કુટુંબ સહુથી મોટું છે.
3. કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે?
જવાબ- પ્રિયાના ઘરે ગાડી છે.
4. કાવ્યા કરતાં પ્રિયાનું વજન કેટલું વધારે છે?
જવાબ- કાવ્યા કરતાં પ્રિયાનું વજન બે કિલો વધારે છે.
5. જાનકીના ઘરે એક કરતાં વધારે વાહનો કેમ હશે?
આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો.
1. શિલા પર લખાયેલ લેખને શું કહેવાય?
જવાબ-શિલા પર લખાયેલ લેખને શિલાલેખ કહેવાય છે.
2. ગિરનાર પર્વતની તળેટી કયા જિલ્લામાં આવેલી છે?
જવાબ-ગિરનાર પર્વતની તળેટી જુનાગઢ જિલ્લામાં આવેલી છે.
૩. શિલાલેખની ભાષા કઈ છે?
જવાબ- શિલાલેખ બ્રામ્હી અને પ્રાકૃત ભાષામાં કોતરાયેલ છે.
4. જેમ્સ પ્રિન્સેપ કોણ હતા?
જવાબ- અશોકના શિલાલેખ ઉકેલનાર સૌ પ્રથમ વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ હતા.
પ્રશ્ન-2 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ લખો. (ગુણ 05)
બે બહેનપણીઓ ઘણા દિવસે એકબીજાને મળી છે તો તેમની વચ્ચે કેવો સંવાદ થશે તેની નોંધ કરો.
મોબાઇલની મજા!
મોબાઇલ ફોન માત્ર વાતચીત માટેનો સાધન નથી, તે હવે એક મલ્ટી-ટાસ્કિંગ સાધન બની ગયું છે, જેના દ્વારા આપણે મનોરંજન, શિક્ષણ, વ્યવસાય અને રોજિંદા કાર્યો માટે અનુકૂળ સાધનો ઉપલબ્ધ કરીએ છીએ.
મોબાઇલ ફોનની સૌથી મોટી મજા છે, દરેક જગ્યાએ અને કોઈપણ સમયે લોકો સાથે વાતચીત કરવી. આપણને યાદ છે, એક સમય હતો જ્યારે પત્રો લખીને સંદેશાઓ પહોંચતા હતા. મોબાઇલ સાથે, હવે આ સંભવ છે કે કોઈને તરત મેસેજ મોકલી શકો, કૉલ કરી શકો અને તમારું સંપ્રેશણ મિનિટોમાં થઈ શકે છે.
મોબાઇલની વધુ એક મજા છે મનોરંજનની દુનિયા. મોબાઇલમાં આપણાં મનપસંદ વિડિયો જોવું, મ્યુઝિક સાંભળવું, ગેમ્સ રમવી અને સોશિયલ મીડિયા પર સમય પસાર કરવો સહેલું બન્યું છે. મોબાઇલમાં હાઈ રીઝોલ્યુશન સ્ક્રીન અને ગ્રાફિક્સ સાથેના વિડિયો ગેમ્સ, સ્ટ્રીમિંગ સર્વિસીસ જેવી કે નેટફ્લિક્સ, યુટ્યુબ, અને મ્યુઝિક એપ્સ લોકપ્રિય બની છે.
મોબાઇલમાં ઇન્ટરનેટ હોવાના કારણે, હવે કોઈ પણ સમયે કોઈ પણ વિષયની માહિતી મેળવવી બહુ જ સરળ થઈ ગઈ છે. જાણકારી મેળવવા માટે પુસ્તક કે લાઈબ્રેરી સુધી જવું જરૂરી નથી, મોબાઇલમાં જ ઇન્ટરનેટથી જરૂરની તમામ માહિતી મળી રહે છે. આજના યુગમાં, એજ્યુકેશન અને જૉબના પણ ઘણા અવસરો મોબાઇલ દ્વારા પ્રાપ્ત થાય છે.
મોબાઇલ ફોનની નાની આકારની અને પોર્ટેબલ હોવાને કારણે તે દરેક માટે અનુકૂળ છે. તે પર્સમાં કે ખિસ્સામાં પણ સરળતાથી ફિટ થઈ જાય છે. સાથે, તેમાં રહેલા કેલેન્ડર, અલાર્મ, નોટ્સ, રિમાઈન્ડર જેવી સુવિધાઓ આપણી રોજિંદી જિંદગીમાં ઘણી જ સહાયરૂપ બની છે.
હાલમાં મોબાઇલમાં જેટલી મજા છે, તેટલાં જ તેના કેટલાક અભાવ પણ છે. વધુ સમય મોબાઇલનો ઉપયોગ કરવો તબીયત અને માનસિક સ્વાસ્થ્ય પર આડઅસર કરી શકે છે. તેમ છતાં, જો તેનું યોગ્ય ઉપયોગ કરવો, તો મોબાઇલ એક આદર્શ સાધન બની રહે છે.
(3) નીચેની વિગતના આધારે પત્રલેખન કરો.
તમે કરેલ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
પ્રિય મિત્ર ધવલ ,
સ્નેહભર્યા અભિવાદન! આશા છે કે તું ખૂબ જ આનંદમાં હશે. હું તને થોડા દિવસ પહેલાં કરેલા મારા એક યાદગાર પ્રવાસ વિશે જણાવવા ખૂબ ઉત્સુક છું.
ગયા અઠવાડિયે હું જુનાગઢ ગયો હતો, અને તે અનુભવ ઘણો જ રમણિય રહ્યો. પ્રથમ દિવસથી જ મને જે ઉત્સાહ અનુભવ્યો, તે શબ્દોમાં વર્ણવી શકાતો નથી. જ્યારે અમે પહેલી વાર ત્યાં પહોંચ્યા, ત્યાંની હવામાં જ કંઈક તાજગી હતી. પર્વતના નજારાઓ એટલા સુંદર કે, જાણે કોઈ ચિત્રકૃતિ જીવંત થઈ ગઈ હોય!
પ્રથમ દિવસે અમે ગિરનાર ની મુલાકાત લીધી, જ્યાંનું આકાશ ગાઢ વાદળોથી ઘેરાયેલું હતું, અને તે નજારો અદ્દભુત લાગતો હતો. અમે ત્યાંના સ્થાનિક ભોજન અને સંસ્કૃતિનો પણ સંપૂર્ણ આનંદ લીધો.
બીજા દિવસે અમે ડેમ પર ગયા હતા , જ્યાંથી પાણીના શાંત વહેણ અને આસપાસની બગીચાઓનો નજારો અમને શાંતિ અને આનંદ બંને આપતો હતો. ક્યારેક લાગે છે કે આવી જગ્યાઓને જુએ પછી, માણસ જીવનમાં નવો ઉર્જા મેળવવા સમર્થ થાય છે.
આ પ્રવાસ પછી મારી યાદોમાં ઘણા સ્મરણો બંધાયેલા છે, અને તું સાથે હોવાની ખુબ જ ખોટ પડી. આશા છે કે તું પણ નિકટના ભવિષ્યમાં આવો જ આનંદ માણીશ. જ્યારે અમે મળીએ, ત્યારે આ અનુભવની વધુ વાત કરીશું.
આવતા પત્રની રાહ જોઈશ.
તારો મિત્ર,
નૈતિક
અ.નિ.7.5.6 નામયોગી ઓળખાવે અને ઉપયોગ કરે છે.
પ્રશ્ન -3 નીચે આપેલ વિભાગમાંથી કોઇ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. (गुर 05)
જવાબ- 'વિના'શબ્દ સહયોગીવાચક નામયોગી છે.
2. બહેને ટપાલ મારફત રાખડી મોકલી હતી - વાક્યમાંથી નામયોગી ઓળખાવો.
જવાબ- "મારફત" શબ્દ નામયોગી છે.
3. વૃક્ષનું ફળ પડ્યું નામયોગી પદવાળું -ફરીથી વાક્ય બનાવો.
જવાબ- વૃક્ષનું આંબાનું ફળ પડયું.
4. મુસાફરી તો રેલવે ! જ થાય (માટે, દ્વારા, વડે)
જવાબ- મુસાફરી તો રેલવે દ્વારા જ થાય.
5. 'માટે' - નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
જવાબ- વિજ્ઞાનના અભ્યાસ માટે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ.
1. આપણે કાન સાંભળીએ છીએ. (માટે, વડે, દ્વારા)
જવાબ- આપણે કાન દ્વારા સાંભળીએ છીએ.
2. તે ઘરમાં ખાટલે બેઠો.- નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો.
જવાબ- તે ઘરમાં ખાટલા ઉપર બેઠો.
3. હું વિમાન મારફતે અમેરિકા ગઈ. – નામયોગી મૂકી પદ ઓળખો.
જવાબ- હું વિમાન દ્વારા અમેરિકા ગઈ.
4. નીચેનામાંથી નામયોગી શબ્દ ઓળખો.
મહાભારત સાથે મેં પંદર પુસ્તકો લીધાં.
જવાબ- સાથે- સહયોગીવાચક નામયોગી
5. 'વડે' - નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો
જવાબ- હું પેન વડે લખું છુ.
1. દાદા પૌત્ર પેન લાવ્યા. (માટે, વડે, દ્વારા)
જવાબ- માટે
2. કોયલ સીતાફળીયે બેઠી છે.- નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો.
જવાબ- કોયલ સીતાફળીયા પર બેઠી છે.
3. હું વર્ગખંડની અંદર પ્રવેશ્યો. – નામયોગી પદ ઓળખો.
જવાબ-અંદર -દિશાસૂચક નામયોગી
4. નીચેનામાંથી નામયોગી શબ્દ ઓળખો.
દેશની આઝાદી ખાતર અનેક જવાનો શહીદ થયાં.
જવાબ- ખાતર -સંબંધવાચક નામયોગી
5. 'દ્વારા' - નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
મે મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.
અ.નિ.7.2.5 વાતચીતમાં અને વાતચીત વિશે પ્રતિભાવ આપે છે.
પ્રશ્ન-4 નીચેના કોઇ પણ પાંચ પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો. (ગુણ 05)
(৭) તમારી શાળામાં પ્રાર્થનાસભામાં કઈ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે ?
જવાબ- મારી શાળામાં ધૂન,ભજન,સુવિચાર,જાણવાજેવું,પ્રશ્નોત્તરી,નું આયોજન પ્રાર્થના સભામાં થાય છે.
(२) ભીખાશેઠની જગ્યાએ તમે હોય તો કેવી રીતે મદદ કરશો?
જવાબ-અમે પણ ભિખાશેઠની જેમ ગુપ્ત રીતે નામની અપેક્ષા વગર મદદ કરીશું.
(3) બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલી શકે ?
જવાબ- બોડી ગાયના દૂધ અને તેનાથી બનતા ડાહી ,છાશ,ઘી તેમજ છાણાં નું વેચાણ કરીને આખા ઘરનું ગુજરાન ચાલી શકે.
(४) તમારી શાળામાં શિક્ષકની પ્રેરણાથી તમે કયો સંકલ્પ કર્યો છે?
જવાબ- અમે સત્ય બોલવાનો અને સાદગીમય જીવન જીવવાનો સંકલ્પ કરેલો છે.
(५) કોઈ જીવજંતુ કરડે તો શું કરવું જોઈએ?
જવાબ-કોઈ જંતુ કરડે તો દવાખાને જઈને દવા કરાવવી જોઈએ.
(9) તમે દરિયાકિનારે ફરવા જાવ ત્યારે કઈ બાબતની કાળજી રાખશો ?
જવાબ- દરિયાકિનારે ફરવા જતી વખતે પાણી માં બહુ જવું નહીં,કેમકે તેના મોજાની તાકાત માણસ ને અંદર પણ ખેચી લઈ જઈ શકે છે.
(७) ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને કયું કામ સોપવામાં આવે છે?
જવાબ- ઘરે મહેમાન આવ્યાહોય ત્યારે મને પાણી અને ચા નાસ્તો આપવાનું કામ સોપે છે.
(८) તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે ?
જવાબ- અમારા ઘરમાં મોબાઈલ નો સહુથી વધુ ઉપયોગ નાનો ભાઈ કરે છે.
(9) તમારી શાળામાં પુસ્તકાલયના પુસ્તકો વાંચવા માટે કેવી રીતે આપવામાં આવે છે?
જવાબ-અમારી શાળામાં પુસ્તકાલયના પુસ્તકો રજીસ્ટરમાં એન્ટ્રી કરાવીને આપવામાં આવે છે.
(૧૦) કુદરત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે ?
જવાબ- કુદરત ના લીધે આપણને ઑક્સીજન મળે છે.
(૧૧) તમારી શાળાના શિક્ષક તમને કેવી રીતે ઉપયોગી થયા છે ?
આ પ્રશ્નનો જવાબ જાતે લખવો
(१२) તમે કઈ કઈ આફતો વિશે જાણો છો ?
જવાબ- હું પૂર,દુષ્કાળ, ધરતીકંપ વિશે જાણું છુ
(१३) તમારા સાથી મિત્રની મદદ કરી તમે કેવી રીતે કરી છે ?
જવાબ- પરિક્ષાના સમયે મારા મિત્રની પેન ખાલી થઈ જતાં મે તેને મારી બીજી પેન આપી હતી.
(૧૪) તમે કઈ પશુપ્રેમની વાર્તા સાંભળી છે ?
જવાબ- મે જુમોભિસ્તી વાર્તા સાંભળી છે.
(૧૫) ગામની કોઈ વ્યક્તિ તમારી શાળામાં કેવી રીતે મદદ કરવા આવે છે?
પ્રશ્ન 5 આપેલ શબ્દોમાંથી કોઈપણ પાંચ શબ્દના અર્થ આપી તેને આધારિત વાક્ય બનાવો
(ગુણ05)
ઉદાહરણ = સમ- સમાન, સોગંધ