આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો
એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.
એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.
થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ'' તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો .
શીર્ષક- પથ્થર ખસેડવાનું ઈનામ
બોધ- બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે.
No comments:
Post a Comment