Saturday, 19 June 2021

Hindi Ni Pariksha Babat

 *હિન્દી પરીક્ષા માટે અગત્યનું*


રાજ્યના તમામ સરકારી કર્મચારી મિત્રો ને જનાવવવાનું કે દરેક કર્મચારી મિત્રો ને નોકરીમાં બઢતી કે કાયમી થવા માટે હિન્દી વિષયની પરીક્ષા પાસ કરવી જરૂરી છે,

છેલ્લાં ઘણાં સમયથી ભાષા નિયામકશ્રી ની કચેરી દ્વારા કોરોના મહામારીમાં આ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ ન હોવાથી મોટા ભાગના કર્મચારીઓને ફૂલ પગારમાં થવા અથવા બઢતી અર્થે કે ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા તકલીફ પડી રહી હતી, વધુમાં શિક્ષણ બોર્ડ દ્વારા પણ માસ પ્રમોશન આપવાને કારણે પરીક્ષા નું આયોજન કરવામાં ન આવતા પરીક્ષા આપી શકાય તેમ ન હતું.


ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈ ને *ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ* દ્વારા ભાષા નિયામકશ્રી ને સત્વરે પરીક્ષા નું આયોજન કરવા અનુરોધ કરવામાં આવેલ જે બાબતે રૂબરૂ ચર્ચા કરતા તેઓશ્રી તરફ થી ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમ છે *જે અંગે તારીખ 25/06/2021 સુધીમા ભરાયેલ ફોર્મ નાં ઉમેદવારોને પરીક્ષા મા આવરી લેવામાં આવશે* તેમ જણાવ્યું હતું તો તમામ કર્મચારી મિત્રો ને જણાવવનું કે આ બાબતે જો ફોર્મ ભરવાના બાકી હોય અને હિન્દી વિષયની પરીક્ષા આપવા માંગતા હોય તો નિયત સમયમાં આપની કચેરી મારફતે ફોર્મ જમાં કરાવવા.


આભાર

➡️ *ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ*

➡️ *ટીમ ફીક્સ પે*

➡️ *ટીમ OPS ગુજરાત*





No comments:

Post a Comment