યોજનાનું નામ
- સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
પાત્રતાના માપદંડ
- ૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
- ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
સહાયનું ધોરણ
- રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
---|---|---|
૧ | અંધત્વ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૩ | સાંભળવાની ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૫ | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૬ | ઓછી દ્રષ્ટી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૭ | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૮ | બૌધ્ધિક અસમર્થતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૦ | રકતપિત-સાજા થયેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૧ | દીર્ધ કાલીન અનેમિયા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧3 | હલન ચલન સથેની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૪ | સેરેબલપાલ્સી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૫ | વામનતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૬ | માનસિક બિમાર | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૮ | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૯ | વાણી અને ભાષાની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨૧ | બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
No comments:
Post a Comment