રવાનુકારી શબ્દો=
રવ” એટલે “અવાજ’. જે શબ્દપ્રયોગોમાં અવાજનું – ધ્વનિનું તત્ત્વ હોય તે રવાનુકારી શબ્દો.
1) બાળકો કલબલ કરે છે.- કલબલ
2) વાસણોનો ખડખડાટ વધી ગયો.- ખડખડાટ
3) માખીઓનો બણબણાટ વધી ગયો.- બણબણાટ
4) તુલસી રુમઝુમ કરતી આવી.- રુમઝુમ
5) બધા જ ફટાકડાનું સૂરસૂરિયું થઈ ગયું.- સૂરસૂરીયું
6) બાપુના ઘોડાનો હણહણાટ દૂરથી સંભળાતો હતો- હણહણાટ
7) ખુબજ ગડગડાટ સાથે વરસાદ પડયો- ગડગડાટ
8) કોઈ પણ કકળાટ વિનાશનું કારણ બને છે. - કકળાટ
ઉપરના લાલ કલરમાં દર્શાવેલ તમામ શબ્દો માં ધ્વનિ નું તત્વ હોય તે બધાજ રવાનુકારી શબ્દો કહેવાય છે.
No comments:
Post a Comment