Wednesday, 15 March 2023

રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરો

 રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરો

 1) આત્મસાત્ થઈ જવું- એકરૂપ થઈ જવું                                                                                       વાક્ય : કિશન  નવલકથા વાંચવામાં એટલો  આત્મસાત્ થઈ જાય છે કે એને બીજું કાંઈ સૂઝતું નથી.

2) પકડ હોવી – વશમાં હોવું, કાબૂમાં હોવું                                                                                     વાક્ય: જો મહાવતની હાથી પર પકડ હોય તોજ હાથી તેનું સાંભળે. 

 3) પાર પાડવું – સફળતાપૂર્વક પૂરું કરવું                                                                                        વાક્યઃ શાળામાં વિદ્યાર્થીઓએ સાથે મળીને સંગીતસ્પર્ધાનો કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો.

 4) છતું થવું – ઉઘાડું કરવું, જાહેર કરવું                                                                                             વાક્ય: ચેતને પરીક્ષામાં કરેલી ચોરી છતી થઈ.

  5) તાજ મુકાવવા – સત્તા છોડાવવી                                                                                              વાક્યઃ વલ્લભભાઈએ રાજાઓના તાજ મુકાવ્યા . 

 6) પરસેવો પાડવો – સખત મજૂરી કરવી
વાક્ય : જે પરસેવો પાડીને કામ કરે છે તેને મહેનતનું ફળ મળે છે.

 7)  એકરાગ થવું – સંપીને રહેવું
વાક્યઃ ગોકુલધામ સોસાયટીના  સો કોઈએ એકરાગ થઈને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો.

 8) હામ ભીડવી – હિંમત કરવી
વાક્ય : યુવરાજે  આઠમા ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાની હામ ભીડી.

 9) એકના બે ન થવું – પોતાની વાતમાં મક્કમ રહેવું
વાક્યઃ ભોળાદાદાએ ત્રિકમ ને ભાવનગર જવાની ના પાડી,પળ ત્રિકમ એકનો બે ના થયો. 

 10) જીવ લઈને નાસવું – જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું
વાક્ય : ભોળાદાદા અને તેમનો માણસ અમથાને જોઈને જીવ લઈને નાસી ગયા .

 11)  ટેકો આપવો – સમર્થન આપવું
વાક્ય: વર્ગમાં પ્રતીકાબા ને મૉનિટર બનાવવાની વાતને બધા વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો.

  12) આંખમાં આંખ પરોવવી – કોઈની સામે એકીટશે જોવું
વાક્ય : મહાવતે હાથીની આંખ માં આંખ પરોવીને  જોયું..

No comments:

Post a Comment