Friday, 19 January 2024

લોભી કૂતરો

 લોભી કૂતરો


            એક હતો કૂતરો. તેને બહુજ ભૂખ લાગી હતી. તેને હાડકાનો એક ટુકડો જડયો. તે ખુશ ખુશ થઈ ગયો. હાડકાને મોઢામાં લઈ તે એકાંત ખૂણામાં જઈને બેઠો. બેઠા બેઠા તેણે ઘણા સમય સુધી તે હાડકું ખાવાની કોશીશ કરી. આખરે તે થાકી ગયો. તેને ખૂબ તરસ લાગી હતી. તેથી હાડકું મોઢામાં લઈ તે નદી તરફ ગયો. નદી ઉપર લાકડાનો પુલ હતો. તે પૂલ પરથી પસાર થતાં તેણે પાણીમાં જોયું. પાણીમાં તેનો પોતાનો પડછાયો જોયો. તેને થયું, "નદીમાં બીજો કૂતરો છે. તેના મોઢામાં પણ હાડકું છે.' તે હાડકું હું લઈ લવ તો મારી પાસે વધુ ખોરાક થઈ જશે અને મારે બીજો શિકાર કરવો નહી પડે તેથી તેનું મન તે હાડકું પડાવી લેવા લલચાયું. તેથી તેણે ભસવાનું શરૂ કર્યું, તરત જ તેના મોઢામાં રહેલું હાડકું નદીમાં પડી ગયું. આમ બીજા હાડકાના લોભમાં કૂતરાએ પોતાની પાસેનું હાડકું પણ ગુમાવ્યું.

No comments:

Post a Comment