કાચબો અને સસલો
એક દિવસ કાચબાએ સસલા સાથે દોડવાની શરત લગાવી. બંને એ દોડવાની હરીફાઈ કરી. સસલો ઝડપથી દોડતો/હતો એટલે થોડી જ વારમાં કાચબા કરતા ઘણો આગળ નીકળી ગયો.
દોડની શરત જીતવા માટે એક વિજય-રેખા બનાવી. સસલો તેની નજીક પહોંચી ગયો હતો. કાચબો તો પાછળ હતો. તેથી સસલાએ વિચાર કર્યો, "મારે હમણાં દોડ પૂરી કરવી નથી. હું આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ ને કાચબાની રાહ જોઉં. કાચબો અહીં આવશે એટલે હું ઝડપથી દોડીને કાચબા કરતાં પહેલાં વિજય-રેખા ઓળંગી જઈશ. હું શરત જીતી જઈશ એટલે કાચબો ચીડાશે અને મને મજા પડશે."
આમ વિચારીને સસલો ઝાડ નીચે બેઠો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. જ્યારે તેણે જાગીને જોયું તો કાચબો વિજય-રેખાને ઓળંગી ગયો હતો ! સસલાએ જીતવાની તક ગુમાવી.
No comments:
Post a Comment