Thursday, 2 January 2025

मातृभाषा मे अनुवाद -ધોરણ 8

1

              विशाल भारत में अनेक दर्शनीय प्रांत हैं। सब का अपना महत्त्व एवं सौंदर्य है। गुजरात उनमें से एक अनूठा राज्य है। गुजरात का एक विशिष्ट जिला है 'कच्छ'। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। यात्रियों के लिए कच्छ आकर्षण का केन्द्र है। इसका पौराणिक महत्त्व भी कम नहीं। अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे 'म्युजियम' (संग्रहालय) कह सकते हैं।

          વિશાળ ભારતમાં અનેક રસપ્રદ પ્રદેશો છે, જેમનું પોતાનું મહત્વ અને સૌંદર્ય છે. તેમાંથી ગુજરાત એક અનોખું રાજ્ય છે. ગુજરાતમાં આવેલ એક વિશિષ્ટ જિલ્લો છે 'કચ્છ', જે ગુજરાતનું અત્યંત આકર્ષક પ્રદેશ ગણાય છે. પ્રવાસીઓ માટે કચ્છ આકર્ષણનું કેન્દ્ર છે. તેનું પૌરાણિક મહત્વ પણ ઓછું નથી. વિવિધ દર્શનીય સ્થળોની હાજરીને કારણે તેને 'સંગ્રહાલય' તરીકે ઓળખાવી શકાય છે.

2

             शास्त्री जी के नाम के साथ 'कर्मयोगी' विशेषण जोड़ना बिलकुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्त्वपूर्ण पद तक पहुँचे, उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। वे उन लोगों में भी नहीं थे, जो भाग्य पर भरोसा करके बैठे रहते हैं और अचानक कभी सफलता मिल जाती है बल्कि वे उन लोगों में से थे, जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं।

           શાસ્ત્રીજીના નામ સાથે 'કર્મયોગી' વિશેષણ જોડવું સંપૂર્ણપણે યોગ્ય છે, કારણ કે એમનું આખું જીવન કર્મથી ભરેલું છે. શાસ્ત્રીજી સામાન્ય કુટુંબમાંથી ઉદ્ભવ્યા અને દેશના વડા પ્રધાનના મહત્ત્વના પદ પર પહોંચ્યા, તે તેમના કર્મયોગી હોવાના પરિણામ સ્વરૂપ  જ બન્યું. તેઓ એવા લોકોમાં થી ન હતા, જે નસીબની રાહ જુએ છે અને ક્યારેક અચાનક  સફળતા મેળવે છે. તેઓ એ લોકોમાંના હતા, જે પોતાની હાથની રેખાઓ કરતાં પોતાના વિચાર અને કર્મશક્તિ પર વધારે વિશ્વાસ ધરાવતા હતા અને નિયમિતપણે પોતાના જીવનનો માર્ગ તૈયાર કરતાં આગળ વધતા હતા.

3

             शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि "वे एक सामान्य परिवार में पैदा हुए थे, सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्त्वपूर्ण पद पर पहुँचे, तब भी वह सामान्य ही बने रहे।" विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे ।

          શાસ્ત્રીજીની એક મોટી વિશેષતા હતી કે "તેમનો  જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો, સામાન્ય પરિવારમાં જ તેમનો  ઉછેર થયો હતો , અને જ્યારે તેઓ દેશના વડા પ્રધાન જેવા મહત્ત્વના પદ પર પહોંચ્યા, ત્યારે પણ તેઓ સામાન્ય રહ્યા હતા." વિનમ્રતા,સાદગી અને સરળતા તેમના વ્યક્તિત્વમાં એક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ ઊભું કરતાં હતા. 
4

               खड़गसिंह उस इलाक़े का कुख्यात डाकू था। लोग उसका नाम सुनकर काँपते थे। होते-होते सुलतान की कीर्ति उसके कानों तक भी पहुँची। उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुँचा और नमस्कार करके बैठ गया।

              ખડગસિંહ તે વિસ્તારમાંનો ખૂંખાર ડાકુ હતો. લોકો તેનું નામ સાંભળી જ ભયભીત થઈ જતા. એક સમયે સુલતાનની કીર્તિ તેના કાન સુધી પહોંચી. તેનું હૃદય સુલતાનને જોવા માટે આતુર થઈ ગયું. એક દિવસ બપોરના સમયે તે બાબા ભારતી પાસે પહોંચ્યો અને નમસ્કાર કરી બેસી ગયો.

5

ग्राहक : आपके पास टूथब्रश है?
दुकानदार : ब्रश नहीं है, पेस्ट है।
ग्राहक : अच्छा, आपके पास पाउडर होगा?
दुकानदार : पाउडर नहीं है, क्रीम है।
ग्राहक : क्रीम नहीं चाहिए। टोर्च मिलेगी?
दुकानदार : वह तो कल ही खत्म हो गई। मोमबत्ती है।
ग्राहक : खैर ताला तो होना ही चाहिए।
दुकानदार : है, दूँ?
ग्राहक : जी नहीं, उसे अपनी दुकान पर लगाकर आप घर पर आराम कीजिए।

ગ્રાહક : તમારી પાસે ટૂથબ્રશ છે?
દુકાનદાર : બ્રશ નથી, પેસ્ટ છે.
ગ્રાહક : સારું, તો પાઉડર હશે?
દુકાનદાર : પાઉડર નથી, ક્રીમ છે.
ગ્રાહક : ક્રીમ નહીં જોઈએ. ટોર્ચ મળશે?
દુકાનદાર : એ તો કાલે જ ખૂટી ગઈ. મીણબત્તી છે.
ગ્રાહક : ચાલો, તાળા તો હશે જ.
દુકાનદાર : હા, છે, આપું?
ગ્રાહક : ના ભાઈ, એ તાળું પોતાની દુકાન પર લગાવીને ઘર પર આરામ કરો.

6

           तीन दोस्त आपस में गप-शप कर रहे थे। प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गये हैं तो हम क्या करेंगे?
एक ने कहा: हम तो सीधे पैरिस जायेंगे और खूब मजे करेंगे।
दूसरे ने कहा: मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा।
तीसरा बोला: मैं तो फिर सोने की कोशिश करूँगा और तब तक सोता रहूँगा जब तक करोड़पति न बन जाऊँ।
           ત્રણ મિત્રો સાથે બેઠા અને વાતચીત કરતા હતા. વાત ચાલતી હતી કે જો ક્યારેક સવારે ઉઠીને ખબર પડે કે આપણે લાખપતિ થઈ ગયા છીએ તો શું કરીશું?
એક મિત્રએ કહ્યું : હું સીધો પેરિસ જાઉં અને ઘણો આનંદ કરું .
બીજાએ કહ્યું : હું તે પૈસા કાંઈક નફાકારક વ્યવસાયમાં રોકાણ કરૂ.
ત્રીજાએ કહ્યું : હું તો ફરીથી સૂવાની કોશિશ કરીશ અને ત્યાં સુધી સૂતો રહીશ જ્યાં સુધી કરોડપતિ ન બની જાઉં.

7

             अच्छी सोसाइटी यदि मिले तो उसका बहुत अच्छा प्रभाव पड़ता है और इससे आत्मसंस्कार होता है। सोसाइटी में सम्मिलित होने से हमारी समझ बढ़ती है, हमारी विवेकबुद्धि तीव्र होती है, हमारी सहानुभूति गहरी होती है, हमें अपनी शक्तियों के उपयोग का अभ्यास होता है। हम अपने साथियों के साथ मिलकर बढ़ना सीखते हैं। इसी प्रकार हम दूसरों का ध्यान रखना उनके लिए कुछ स्वार्थ त्याग करना, सद्‌गुणों का आदर करना और सदाचार की प्रशंसा करना सीखते हैं। आत्मसंस्काराभिलाषी युवक को उस चाल-व्यवहार की अवहेलना नहीं करनी चाहिए जो भले आदमियों के समाज में आवश्यक समझा जाता है।

           જો સારી સોસાયટી મળે તો તેનો ખૂબ જ સારો પ્રભાવ પડે  છે અને તેનાથી આત્મસંસ્કાર થાય છે. સોસાયટીમાં જોડાવાથી અમારી સમજ વધે છે, અમારી વિવેકબુદ્ધિ તીવ્ર બને છે, અમારી સહાનુભૂતિ ઊંડી  બને છે અને અમારી શક્તિઓના ઉપયોગની આદત પડે છે.
અમે અમારી સાથેના સાથીઓ સાથે મળીને આગળ વધતા શીખીએ છીએ. આ જ રીતે, અમે બીજાનું ધ્યાન રાખવું, તેમના માટે થોડોક  સ્વાર્થ ત્યાગ કરવો , સદ્‌ગુણોને માન આપવું અને સદાચારની પ્રશંસા કરવી શીખીએ છીએ. આમ, આત્મસંસ્કાર ઇચ્છનારા યુવાનોએ તે વ્યવહારની અવગણના ન કરવી જોઈએ જે સારા લોકોના સમાજમાં આવશ્યક માનવામાં આવે છે.

No comments:

Post a Comment