૧) સાધુના મનમાં હતું કે પોતાને ઓળખતાં જ ભગત પગે પડશે ને માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડયોઃ આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે.
૨) આપણા રાષ્ટ્રધ્વજને આપણે ત્રિરંગો કહીએ છીએ. આ ત્રિરંગામાં ત્રણ રંગના પટ્ટા છે: કેસરી ,સફેદ અને લીલો. સફેદ રંગના પટ્ટામાં વચ્ચે અશોકચક્ર છે. અશોકચક્ર આપણા દેશની પ્રગતિનું સૂચક છે. ત્રિરંગો આપણી શાન છે.
૩) નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના ગરબા ગવાય છે. દશમા દિવસે દશેરા હોય છે. ગુજરાતમાં આ તહેવારનું ઘણું મહત્ત્વ છે. ગુજરાતના ગરબા વિશ્વપ્રસિદ્ધ છે.
૪) અંબાજી ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ છે. તે ગુજરાતમાં છેક ઉત્તરે આવેલું છે. તે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે છે. બાજુમાં ગબ્બર નામે ડુંગર છે. ગબ્બરની પ્રદક્ષિણા માર્ગમાં એકાવન શક્તિપીઠોનાં દર્શન થાય છે.
૫) આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછીને નવું સ્થાન મેળવે છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે. તે મન દઇ અભ્યાસ કરે છે. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી.
5) મારા દેશનું નામ ભારત છે. ભારતમાં વિવિધ ધર્મના અને જાતિના લોકો રહે છે. તેમની ભાષા, પોશાક, ખોરાક અને રહેણીકરણીમાં વિવિધતા છે. મારા દેશનું પાટનગર દિલ્લી છે. મારા દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન... છે.
૭) ગામમાં વસનાર માણસો દિલાવર. તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો ચારણ. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, કાઠિયાવાડી ઘોડા તેના તબેલામાં હણહણાટી કરે.
૮) વર્ષો પહેલાંની વાત છે. બપોરના સમયે રસ્તો સુમસામ હતો. આ રસ્તે એક ડોશીમા બેઠાં- બેઠાં કોઈની રાહ જોતાં હતાં. વારાફરતી બંને બાજુ નજર ફેરવી થાક્યાં હતાં. ઘણા સમય પછી દૂરથી થોડે સવાર આવતો દેખાયો.
૯) કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા ‘મોચીભગત ! મારા પગનાં પગરખાંનું શું પડે " મોચીએ કહ્યું, “મારી પાસે સીવેલાં તૈયાર નથી મહારાજ !'
૧૦) પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું , “મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો ? સાંજે આવજો, જાઓ.'
No comments:
Post a Comment