જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર
દ્વિતીય સત્રાંત પરીક્ષા : ૨૦૨૬
વિષય - ગુજરાતી તારીખ: ૧૩-૦૪-૨૦૨૬ વાર - સોમવાર
ધોરણ-૭ કુલ ગુણ: ૮૦ સમય: ૮:૦૦ થી ૧૧:૦૦
_____________________________________________________________________
પ્ર. 1 આપેલ પ્રશ્નોના જવાબ લખો.
૧) એવાં કયા-કયા ગીતો છે જે સાંભળીને તમને નાચવાનું મન થાય? તે તમને શા માટે ગમે છે?
જવાબ: મને ગુજરાતી ગરબા અને દેશભક્તિના ગીતો સાંભળીને નાચવાનું મન થાય છે. ગરબા આપણી સંસ્કૃતિનો ભાગ છે અને તેના લયબદ્ધ સૂર મનને ઉત્સાહથી ભરી દે છે.
૨) તમારી આસપાસ કયા-કયા પંખીઓ જોવા મળે છે? તમને કયું પંખી સૌથી વધુ ગમે છે?
જવાબ: મારી આસપાસ ચકલી, કબૂતર, પોપટ, કાગડો અને મોર જોવા મળે છે. મને 'મોર' સૌથી વધુ ગમે છે કારણ કે તેના રંગબેરંગી પીંછા અને તેનો ટહુકો મનમોહક હોય છે.
૩) તમારે પત્ર લખવાનો થાય તો કોને પત્ર લખવો ગમે અને કયા વિષય પર તમે પત્ર લખવાનું પસંદ કરશો?
જવાબ: મારે પત્ર લખવાનો થાય તો હું મારા મિત્રને પત્ર લખીશ. હું તેને વેકેશનમાં મારા ઘરે આવવાનું આમંત્રણ આપવા માટે પત્ર લખવાનું પસંદ કરીશ.
4) તમારી શાળામાં કોઈનું સન્માન કરવાનું હોય તો તમે કઈ-કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? કેવી-કેવી તૈયારીઓ કરશો?
જવાબ: સન્માન માટે અમે ફૂલહાર, શાલ, સ્મૃતિચિહ્ન અને શ્રીફળનો ઉપયોગ કરીશું. તૈયારીમાં સ્ટેજ શણગારવું, સ્વાગત ગીત તૈયાર કરવું અને મહેમાનનો પરિચય આપવા જેવી તૈયારીઓ કરીશું.
૫) તમને સૌથી વધુ કયું શાક ભાવે અને કયું શાક જરાય ભાવતું નથી? શા માટે?
જવાબ: મને બટાકાનું શાક સૌથી વધુ ભાવે છે કારણ કે તે સ્વાદિષ્ટ લાગે છે. મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે સ્વાદમાં કડવું હોય છે.
પ્ર. 2 આપેલ કાવ્યપંક્તિનો વિચાર-વિસ્તાર કરો. (કોઈ પણ એક)
(૧) આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં, દહાડા;
વિચાર કરતાં વિઘ્નો વચમાં, મોટાં આવે આડાં.
વિચાર-વિસ્તાર: આ પંક્તિઓમાં કવિ આળસનો ત્યાગ કરી સમયસર કામ પૂર્ણ કરવાનો બોધ આપે છે. જે લોકો 'આજે નહીં પણ કાલે કામ કરીશું' એમ કહીને કામ ટાળે છે, તેઓ ક્યારેય સફળ થઈ શકતા નથી. સમય જતાં પરિસ્થિતિ બદલાય છે અને કામમાં અનેક અણધાર્યા વિઘ્નો આવી શકે છે. માટે, જે કામ કરવાનું નક્કી કર્યું હોય તેને વિલંબ કર્યા વગર તરત જ પૂરું કરી દેવું જોઈએ.
(૨) બહુજન મળીને જે કરે, તે એકે નવ થાય;
સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય ?
વિચાર-વિસ્તાર: આ પંક્તિઓ દ્વારા સંઘશક્તિ અને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે કામ સમૂહમાં મળીને સરળતાથી થઈ શકે છે, તે કામ એક વ્યક્તિ એકલી કરી શકતી નથી. જેમ સાવરણીની બધી સળીઓ ભેગી મળીને આખું ઘર સાફ કરી શકે છે, પરંતુ એક સળીથી કચરો સાફ થઈ શકતો નથી. તેમ માનવીએ પણ હળીમળીને રહેવું જોઈએ.
પ્ર. 3 (અ) વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો.
જવાબ-
અનન્યા – વ્યક્તિવાચક સંજ્ઞા
ઝૂમખું – સમૂહવાચક સંજ્ઞા
અહિંસામાં – ભાવવાચક સંજ્ઞા
સોનાના – દ્રવ્યવાચક સંજ્ઞા
દૂધ – દ્રવ્યવાચક સંજ્ઞા
પર્વત – જાતિવાચક સંજ્ઞા
(બ) નીચે આપેલા વાક્યના પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો.
- ઓહ ! કેટલું સુંદર ઉપવન છે ! – ઉદગાર
- શું આજે મહેમાન આવવાના છે ? – પ્રશ્નાર્થ
- જા, બાજુની દુકાનમાંથી પેન્સિલ લઈ આવ. – આજ્ઞાર્થ
- પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી. – વિધ્યર્થ
- શાળાના બધા બાળકોને પ્રવાસમાં જવાની ઈચ્છા હતી. – ઈચ્છાર્થ
- યુધિષ્ઠિર કાયમ સત્ય જ બોલતા હતાં. – નિર્દેશાર્થ
પ્ર. 4 (અ) રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ મૂકી યોગ્ય વાક્ય પરિવર્તન કરો.
જવાબ:-
- અમે કાલે સાઈકલ લઈને વાડીએ જઈશું.
- તેઓ ઘોડો લઈને આવ્યા હતા.
- છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો.
- અંધારામાં સોહમ આવતો હોય તેમ લાગ્યું.
- રાધાને પ્રવાસમાં જવાનું છે?
(બ) આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
૧) ગિરિને ધારણ કરનાર – (C) ગિરિધર
૨) કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર – (B) સ્મૃતિ મંદિર
૩) પ્રવેશ માટેનું દ્વાર – (A) પ્રવેશ દ્વાર
4) મરણ પછીનું – (B) મરણોત્તર
૫) ભગવાન પર જળ રેડવું તે – (A) અભિષેક
પ્ર. 5 (અ) ભાવવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો.
જવાબ-૧ દયાની દ્રષ્ટી -દયા . (વાક્ય: આપણે પ્રાણીઓ પર દયા રાખવી જોઈએ.)
જવાબ-૨ ખૂબ આનંદ – આનંદ. (વાક્ય: પરીક્ષામાં પાસ થતા મને આનંદ થયો.)
જવાબ-૩ ઉત્સાહમાં – ઉત્સાહ. (વાક્ય: દિવાળીના તહેવારમાં બાળકોમાં ભારે ઉત્સાહ હોય છે.)
પ્ર. 6 (અ) ફકરાના આધારે પ્રશ્નોના જવાબ:
૧) જ્ઞાન માટે કયું વાક્ય સાચું છે?
જવાબ- (B) જ્ઞાનીને માન-પાન મળે છે.
૨) જ્ઞાન જેમ જેમ વાપરિયે તેમ તેમ _________
જવાબ- (D) વધતું જાય
૩) નિષ્ફળ ન રહી જવાય એ માટે શું જરૂરી છે?
જવાબ- (C) જ્ઞાન
4) સગુણી વ્યક્તિ _________
જવાબ- (D) ધીરજ બનાવી શકે છે.
શું લૂંટી ન શકાય ?
જવાબ- (C) જ્ઞાન અને પૈસા (ફકરા મુજબ જ્ઞાન લૂંટી શકાતું નથી).
(બ) વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ:
૧) આ કથા આપણને શું શીખવે છે?
જવાબ- (C) અનુભવથી જ સાચા મિત્રની પરખ થાય છે.
૨) બીજો મિત્ર કેમ ઝાડ પર નહીં ચડ્યો હોય?
જવાબ- (B) તેને ઝાડ પર ચડતા નહીં આવડતું હોય.
૩) જો બીજો મિત્ર શ્વાસ રોકી શક્યો ન હોત તો?
જવાબ- (A) તે રીંછનો ભોગ બની જાત.
4) રીંછને કેવી ગેરસમજ થઈ?
જવાબ- (D) આ માણસ મરી ગયો છે.
૫) મુશ્કેલીના સમયમાં શું કરવું જોઈએ?
જવાબ - (B) ધીરજપૂર્વક અને બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ.
પ્ર. 7 (અ) પ્રાકૃતિક દ્રશ્યનું વર્ણન ૮ થી 10 વાક્યમાં કરો.
મેં જોયેલું સૌથી સુંદર પ્રાકૃતિક દ્રશ્ય એક ગિરિમથકની સવારનું છે. પહાડોની પાછળથી જ્યારે સૂર્ય ધીમે ધીમે ઊગી રહ્યો હતો, ત્યારે આખું આકાશ કેસરી અને સોનેરી રંગોથી રંગાઈ ગયું હતું. પર્વતોની ટોચ પર સફેદ વાદળો જાણે રૂના ઢગલા હોય તેમ તરતા દેખાતા હતા.
ચારેબાજુ લીલાછમ વૃક્ષો અને ખીણોમાં પથરાયેલી હરિયાળી મનને શાંતિ આપતી હતી. ફૂલો પર પડેલા ઝાકળના બિંદુઓ સૂર્યપ્રકાશમાં મોતીની જેમ ચમકતા હતા. પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ ભરી રહ્યો હતો. દૂરથી વહેતા ઝરણાનો ખળખળ અવાજ સંગીત જેવો લાગતો હતો. પ્રકૃતિનું આવું શુદ્ધ અને નયનરમ્ય સ્વરૂપ જોઈને એવું લાગતું હતું જાણે હું કોઈ સ્વર્ગમાં આવી ગયો હોઉં. આ દ્રશ્ય આજે પણ મારી આંખો સામે જીવંત છે.
(બ) શબ્દો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી ફકરો:
"આપણી આસપાસનું વાતાવરણ જો શુદ્ધ હોય તો જ સ્વચ્છતા જળવાય છે. કહેવાય છે ને કે 'પહેલું સુખ તે જાતે નર્યા'. જો આપણે નિરોગી રહીશું તો જ ખુશહાલ જીવન જીવી શકીશું. આપણે ગંદકી દૂર કરવા માટે હાથ ધોઈને પાછળ પડવું પડશે, જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે."
પ્રશ્ન-૮ આપેલ વિષય પર નિબંધ લેખન કરો.
ઉનાળાની બળબળતી બપોર
ભારતની મુખ્ય ત્રણ ઋતુઓમાં ઉનાળો એ આકરી ગરમીની ઋતુ છે. ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ખાસ કરીને બપોરનો સમય ખૂબ જ કષ્ટદાયક અને આકરો હોય છે. સુરજદાદા બપોરના સમયે જાણે આકાશમાંથી અગનગોળા ફેંકતા હોય તેવો અનુભવ થાય છે. આકાશમાંથી વરસતી ગરમીને કારણે ધરતી તપીને લાલચોળ બની જાય છે.
બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. લોકો ગરમી અને લૂથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ થઈને ઘટાદાર વૃક્ષોના છાંયે આશરો લે છે. ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ જાય છે, માત્ર વંટોળનો અવાજ અને ક્યારેક તમરાંનો અવાજ સંભળાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, પંખા અને કુલરનો સહારો લે છે. આ સમયે ઠંડા પીણાં, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને તરબૂચ જેવી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે.
ગામડાઓમાં બપોરના સમયે ખેડૂતો કામકાજ પરવારીને વૃક્ષની શીતળ છાયામાં આરામ કરે છે. વટેમાર્ગુઓ પરબ પર પાણી પીને પોતાની તરસ છિપાવે છે. જોકે ઉનાળાની બપોર અકળાવનારી હોય છે, પરંતુ તે માટલાના ઠંડા પાણી અને આંબાની કેરીના સ્વાદ માટે યાદગાર બની જાય છે. ખરેખર, ઉનાળાની બપોર એ કુદરતના એક રૌદ્ર સ્વરૂપની પ્રતીતિ કરાવે છે.
જો મોબાઈલ ન હોય તો...
આજના આધુનિક યુગમાં મોબાઈલ માનવીના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે. સવારથી રાત સુધી આપણે કોઈને કોઈ રીતે મોબાઈલ પર નિર્ભર છીએ. પરંતુ વિચાર કરો કે, જો અચાનક દુનિયામાંથી મોબાઈલ ગાયબ થઈ જાય તો?
જો મોબાઈલ ન હોય, તો કદાચ આપણું જીવન ફરીથી શાંત અને ધીમું બની જાય. અત્યારે આપણે સોશિયલ મીડિયા પર સેંકડો 'વર્ચ્યુઅલ' મિત્રો સાથે જોડાયેલા છીએ, પણ મોબાઈલ વગર આપણે પાડોશીઓ અને પરિવાર સાથે રૂબરૂ બેસીને વાતો કરતા થઈશું. લોકો પુસ્તકો વાંચવા તરફ પાછા વળશે અને કુદરતની નજીક જશે. ટપાલ લખવાનો અને તેને પોસ્ટ કરવાનો જૂનો આનંદ ફરી તાજો થશે.
બીજી તરફ, મોબાઈલ વગર મુશ્કેલીઓ પણ વધશે. તાત્કાલિક સંદેશા મોકલવા, ઓનલાઈન શિક્ષણ અને દૂર રહેતા સ્વજનોના અવાજ સાંભળવા અઘરા થઈ જશે. આમ, મોબાઈલ વગરની દુનિયા આપણને સાચી સામાજિકતા શીખવશે, પણ સાથે ગતિશીલતા થોડી ઓછી કરી દેશે. ખરેખર, મોબાઈલ વગરનું જીવન શિસ્ત અને શાંતિનું મિશ્રણ હશે.
No comments:
Post a Comment