ધોરણ 6 થી 8 – વાંચન, લેખન અને ગણન પેપર -1
નામ: __________________________________
તારીખ: / / મેળવેલ ગુણ: ________ / ૩૦
-----------------------------------------------------------
વિભાગ – A : વાંચન (10 ગુણ)
પ્રશ્ન 1: નીચેનો ફકરો ધ્યાનથી વાંચો. (5 ગુણ)
પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. પૃથ્વી પર તમામ જીવજંતુઓ, પશુ-પંખીઓ અને મનુષ્યો માટે પાણી અત્યંત જરૂરી છે. આપણે પીવા, રસોઈ બનાવવા, ખેતી કરવા અને સ્વચ્છતા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને પાણીની બચત કરવી જોઈએ.
પ્રશ્ન 2: નીચેના શબ્દો સ્પષ્ટ વાંચો. (5 ગુણ)
પરિશ્રમ 2. પ્રામાણિકતા 3. શિસ્ત 4. વિજ્ઞાન 5. સહકાર
વિભાગ – B : લેખન (10 ગુણ)
પ્રશ્ન 3: નીચેના શબ્દોમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરીને પાંચ અર્થપૂર્ણ વાક્યો બનાવો. (5 ગુણ)
શબ્દો: સુરજ, નદી, બગીચો, વિજ્ઞાન, વાર્તા, આકાશ, પંખી
પ્રશ્ન 4: નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય પર 5–6 વાક્યો લખો. (5 ગુણ)
મારો પ્રિય તહેવાર 2) પુસ્તકોનું મહત્વ 3) સ્વચ્છ ભારત
વિભાગ – C : ગણન (10 ગુણ)
પ્રશ્ન 5: નીચેના દાખલા ગણો. (5 ગુણ)
1) 538 2) 842 3) 45 4) 9 ) 756 (
+ 385 - 379 × 15
_______ _______ _______
5) 60 + 80 + 140 = ______________
પ્રશ્ન 6: નીચેના વ્યવહારિક દાખલા ઉકેલો. (5 ગુણ)
એક પુસ્તકાલયમાં વાર્તાના 356 પુસ્તકો અને વિજ્ઞાનના 278 પુસ્તકો છે. તો પુસ્તકાલયમાં કુલ કેટલાં પુસ્તકો થાય? (2 ગુણ)
એક વેપારી પાસે 650 કિલો ઘઉં હતા. તેમાંથી તેણે 385 કિલો ઘઉં વેચી દીધા. હવે તેની પાસે કેટલા કિલો ઘઉં બાકી રહ્યા? (2 ગુણ)
એક બોક્સમાં 12 પેન્સિલ સમાય છે, તો આવા 8 બોક્સમાં કુલ કેટલી પેન્સિલ સમાય? (1 ગુણ)
બનાવનાર – વિજયભાઈ આર. ગોંડલીયા - સુરેન્દ્રનગર Gyansarita2510
---------------------------------------------------------------------------------------------
ધોરણ 6 થી 8 – મૂલ્યાંકન પેપર: ઉત્તરવહી (જવાબો)
વિભાગ – A : વાંચન (10 ગુણ)
(નોંધ: આ વિભાગ મૌખિક હોવાથી વિદ્યાર્થીના સ્પષ્ટ ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને વાંચનની ઝડપના આધારે ગુણ આપવા.)
પ્રશ્ન 1: ફકરાનું શુદ્ધ અને અર્થપૂર્ણ વાંચન (૫ ગુણ)
પ્રશ્ન 2: પાંચેય શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ (પ્રત્યેક શબ્દનો ૧ ગુણ – કુલ ૫ ગુણ)
પરિશ્રમ
પ્રામાણિકતા
શિસ્ત
વિજ્ઞાન
સહકાર
વિભાગ – B : લેખન (10 ગુણ)
પ્રશ્ન 3: શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો (કોઈ પણ પાંચ): (5 ગુણ)
(વિદ્યાર્થી પોતાની રીતે પણ સાચું વાક્ય બનાવી શકે છે. નમૂનારૂપ જવાબો નીચે મુજબ છે:)
સુરજ: સૂરજ સવારે પૂર્વ દિશામાં ઊગે છે.
નદી: ગંગા નદી ભારતની સૌથી મોટી અને પવિત્ર નદી છે.
બગીચો: અમારા ઘર પાસે એક સુંદર બગીચો આવેલો છે.
વિજ્ઞાન: શાળામાં વિજ્ઞાન વિષયમાં પ્રયોગો કરવાની ખૂબ મજા પડે છે.
વાર્તા: દાદીમા રાત્રે અમને સરસ મજાની પ્રેરણાદાયક વાર્તા કહે છે.
આકાશ: રાત્રે આકાશમાં અગણિત તારાઓ ચમકે છે.
પંખી: વહેલી સવારે પંખીઓ કલરવ કરતાં આકાશમાં ઊડે છે.
પ્રશ્ન 4: આપેલા વિષયોમાંથી કોઈ એક વિષય પર વાક્યો: (5 ગુણ)
(નમૂનારૂપ લખાણ નીચે મુજબ છે:)
વિકલ્પ 1: મારો પ્રિય તહેવાર (દિવાળી)
દિવાળી મારો સૌથી પ્રિય તહેવાર છે. દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરની સફાઈ કરે છે અને રોશનીથી શણગારે છે. લોકો આંગણામાં રંગબેરંગી રંગોળી પૂરે છે અને દીવા પ્રગટાવે છે. બાળકો નવા કપડાં પહેરીને ફટાકડા ફોડે છે અને મીઠાઈઓ વહેંચે છે. દિવાળી અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર સારાઈના વિજયનો સંદેશ આપે છે.
વિકલ્પ 2: પુસ્તકોનું મહત્વ
પુસ્તકો મનુષ્યના સાચા અને નિસ્વાર્થ મિત્રો છે. પુસ્તકો વાંચવાથી આપણા જ્ઞાન અને વિચારોમાં વધારો થાય છે. તે આપણને જીવન જીવવાની સાચી દિશા અને પ્રેરણા આપે છે. મહાન વ્યક્તિઓનું જીવનચરિત્ર વાંચવાથી આપણામાં સારા ગુણો કેળવાય છે. પુસ્તકો એકલાપણું દૂર કરી સારો સમય પસાર કરવામાં મદદરૂપ બને છે.
વિકલ્પ 3: સ્વચ્છ ભારત
સ્વચ્છતા એ પ્રભુતાનું બીજું રૂપ છે. સ્વચ્છતા જાળવવાથી શરીર નિરોગી રહે છે અને બિમારીઓ ફેલાતી નથી. આપણે આપણું ઘર, શાળા, શેરી અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. જો દરેક નાગરિક સ્વચ્છતા અંગે જાગૃત બને, તો દેશ સુંદર અને સમૃદ્ધ બનશે.
વિભાગ – C : ગણન (10 ગુણ)
પ્રશ્ન 5: દાખલા ગણો (5 ગુણ)
- સરવાળો:
538+385923
(જવાબ: 923)
- બાદબાકી:
842−379463
(જવાબ: 463)
- ગુણાકાર:
45×15=675
(જવાબ: 675)
- ભાગાકાર:
756÷9=84
(ભાગફળ = 84,
શેષ = 0)
- સરવાળો:
60+80+140=280
(જવાબ: 280)
પ્રશ્ન 6: વ્યવહારિક દાખલા (5 ગુણ)
1. પુસ્તકાલયનો દાખલો:
- વાર્તાના પુસ્તકો = 356
- વિજ્ઞાનના પુસ્તકો = 278
- કુલ પુસ્તકો = 356+278=634
- જવાબ: પુસ્તકાલયમાં કુલ 634 પુસ્તકો થાય.
2. ઘઉંના વેચાણનો દાખલો:
- વેપારી પાસે કુલ ઘઉં = 650 કિલો
- વેચાયેલા ઘઉં = 385 કિલો
- બાકી રહેલા ઘઉં = 650−385=265 કિલો
- જવાબ: હવે વેપારી પાસે 265 કિલો ઘઉં બાકી રહ્યા.
3. પેન્સિલના બોક્સનો દાખલો:
- એક બોક્સમાં પેન્સિલ = 12
- કુલ બોક્સ = 8
- કુલ પેન્સિલ = 12×8=96
- જવાબ: 8 બોક્સમાં કુલ 96 પેન્સિલ સમાય.
No comments:
Post a Comment