Wednesday, 7 October 2026

વાંચન, લેખન અને ગણન નું પેપર -પેપર 2

 

ધોરણ 6 થી 8 – વાંચન, લેખન અને ગણન નું પેપર -પેપર 2 

નામ: __________________________________    

તારીખ:      /      /        

મેળવેલ ગુણ: ________ / ૩૦

==========================================

વિભાગ – A : વાંચન (10 ગુણ)

પ્રશ્ન 1: નીચેનો ફકરો ધ્યાનથી વાંચો. (5 ગુણ)

          સમય ખૂબ જ કિંમતી છે. વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજીને તેનું યોગ્ય આયોજન કરે છે, તે જીવનમાં હંમેશા સફળ થાય છે. વિદ્યાર્થી જીવનમાં સમયપાલન અને નિયમિતતા અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી આપણે આળસ છોડીને દરેક કામ સમયસર કરવાની ટેવ પાડવી જોઈએ.

પ્રશ્ન 2: નીચેના શબ્દો સ્પષ્ટ વાંચો. (5 ગુણ)

  1. એકાગ્રતા      2. આત્મવિશ્વાસ      3. સંસ્કાર      4. ટેકનોલોજી      5. દેશભક્તિ

વિભાગ – B : લેખન (10 ગુણ)

પ્રશ્ન 3: નીચેના શબ્દોમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરીને પાંચ અર્થપૂર્ણ વાક્યો બનાવો. (5 ગુણ)

શબ્દો: ખેડૂત, પર્વત, તળાવ, સમય, ફૂલ, મહેનત, પતંગ

  1.  
  2.  
  3.  
  4.  
  5.  

પ્રશ્ન 4: નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય પર 5–6 વાક્યો લખો. (5 ગુણ)

      1) મારો પ્રિય મિત્ર      2) યોગ અને વ્યાયામનું મહત્વ    

      3) જો હું પક્ષી હોત તો...

વિભાગ – C : ગણન (10 ગુણ)

પ્રશ્ન 5: નીચેના દાખલા ગણો. (5 ગુણ)


 1)    647            2)    705            3)     54            4)     7 ) 658 (

     + 286                - 348                 × 16

  _______              _______               _______

5) 75 + 125 + 250 = ______________

પ્રશ્ન 6: નીચેના વ્યવહારિક દાખલા ઉકેલો. (5 ગુણ)

  1. એક ફળની દુકાનમાં 380 સફરજન અને 245 દાડમ છે. તો દુકાનમાં કુલ કેટલાં ફળો થાય? (2 ગુણ)
  2. એક શાળામાં કુલ 720 વિદ્યાર્થીઓ ભણે છે. તેમાંથી 395 કુમાર (છોકરાઓ) છે, તો કન્યાઓની (છોકરીઓની) સંખ્યા કેટલી હશે? (2 ગુણ)
  3. એક પેકેટમાં 15 ચોકલેટ આવે છે, તો આવા 6 પેકેટમાં કુલ કેટલી ચોકલેટ થાય? (1 ગુણ)

બનાવનાર – વિજયભાઈ આર. ગોંડલીયા - સુરેન્દ્રનગર

Gyansarita2510

No comments:

Post a Comment