યોજનાનું નામ
- દિવ્યાંગ લગ્ન સહાય યોજના
પાત્રતાના માપદંડ
- કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
---|---|---|
૧ | અંધત્વ | ૪૦ ટકા કે તેથી વધુ |
૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૪૦ ટકા કે તેથી વધુ |
૩ | સાંભળવાની ક્ષતિ | ૭૧ થી ૧૦૦ ટકા |
૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
૫ | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૫૦ ટકા કે તેથી વધુ |
૬ | ઓછી દ્રષ્ટી | ૪૦ ટકા કે તેથી વધુ |
૭ | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૫૦ ટકા કે તેથી વધુ |
૮ | બૌધ્ધિક અસમર્થતા | ૫૦ ટકા કે તેથી વધુ |
૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૦ | રકતપિત-સાજા થયેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૧ | દીર્ધ કાલીન અનેમિયા | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
૧3 | હલન ચલન સથેની અશકતતા | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૪ | સેરેબલપાલ્સી | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૫ | વામનતા | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૬ | માનસિક બિમાર | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૮ | ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૯ | વાણી અને ભાષાની અશકતતા | ૫૦ ટકા કે તેથી વધુ |
૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
૨૧ | બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૫૦ ટકા કે તેથી વધુ |
સહાયનો દર
- આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
No comments:
Post a Comment