Sunday, 8 January 2023

શબ્દસમૂહ માટે એક શબ્દ

 

  • જગતને મોહિત કરનાર પરમાત્માનો સેવક – જગમોહનદાસ
  • પુત્રની પત્ની – પુત્રવધૂ
  • દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય – લાવલશ્કર
  • હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી – અતિશયોક્તિ
  • મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા – વરંડો, ઓસરી
  • ધનુષ્યની દોરી – પણછ, પ્રત્યંચા
  • નાગરવેલના પાનનું બીડું – તંબોળ (તાંબૂલ)
  • હંસના જેવી ચાલવાળી – હંસગતિ
  • રસ વગરનું – નીરસ
  • પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા
  • ઇન્દ્રનું આસન – ઇન્દ્રાસન
  • ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ
  • દઢ નિશ્ચયવાળું – દઢનિશ્ચયી
  • ભગવાન વિષ્ણુ નો લોક- વૈકુઠ
  • વનમાં વૃક્ષોની લાંબી હાર- વનરાજી 
  • જીવનનો મુખ્ય આદર્શ- જીવનમંત્ર 
  • હાથીના જેવી ચાલવાળી – ગજગામિની
  • મૃગ(હરણ)ની આંખ જેવી આંખવાળી – મૃગનયના
  • મોંથી વગાડવાનું એક વાજિંત્ર – ચંગ
  • બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય – મૃદંગ
  • તાંબાનું તાસક જેવું પાત્ર – તરભાણું
  • બારસાખની નીચેનો ભાગ – ઉંબરો
  • આચમન કરવા માટેની તાંબાની ચમચી – આચમની
  • બધું સવાયું થાઓ એ ભાવનાથી લખાતો માંગલિક શબ્દ – શ્રી સવા
  • તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું- ડહકલો 
  • હોય તે કરતાં વાત વધારીને કરવી- અતિશયોક્તિ 
  • જૂના જમાનાથી  ચાલ્યો આવતો રિવાજ - ચીલો ,ઘરેડ 
  • નવી પરણેલી સ્ત્રી – નવોઢા
  • પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી – પ્રિયવચનમંદસ્મિતવતી
  • વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ – ગંગાસ્વરૂપ
  • બગલમાં થતું ગૂમડું – કાખબલાઈ
  • ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વગર સાચું કહી દેનારું -આખાબોલું
  • નાનું છાપું કે ચોપાનિયું -પત્રિકા
  • આકાશ સુધી પહોંચનાર (અવાજ) – ગગનભેદી
  • લોખંડના જેવું દઢ મનોબળ ધરાવતો પુરુષ – લોખંડી પુરુષ
  • જીવનનો મુખ્ય આદર્શ - જીવનમંત્ર

No comments:

Post a Comment